ચાંદખેડાની હોસ્પિટલમાં મહિલા કર્મચારી પાસે બિભત્સ માંગણી કરતાં પોલીસ ફરિયાદ

Files Photo
સફાઈ કરવાનાં બહાને રૂમમાં બોલાવીને છેડતી કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલનાં કર્મચારીએ સાફસફાઈ કરવાનાં બહાને મહિલા કર્મીને એક રૂમમાં મોકલી હતી. જેની પાછળ જઈને રૂમનો દરવાજાે બંધ કરીને મહિલા કર્મીની છેડતી બાદ જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યાે હતો. આ અંગે ફરીયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ ઘટનાની વિગત એવી છે કે નીતાબેન (કાલ્પનિક નામ) ચાંદખેડા રેલવે સ્ટેશનની સામે આવેલી એક સોસાયટીમાં રહે છે અને શિવ શક્તિનગર બસ સ્ટેન્ડની સામે આવેલી પ્રાંજના હેલ્થ સેન્ટર હોસ્પિટલમાં હાઉસ કીપીંગ તરીકે નોકરી કરે છે. ૩૦ વર્ષીય નીતાબેને આ નોકરી શરૂ કર્યાને હજુ ચાર દિવસ જ થયા છે.
દરમિયાન શનિવારે સવારે તે રાબેતા મુજબ નોકરી ઉપર આવીને સાફ સફાઈનું કામ કરતાં હતા ત્યારે નર્સ્િંાગ સ્ટાફમાં નોકરી કરતાં પંકજ પ્રજાપતિએ પહેલા આવેલાં સ્પેશ્યલ રૂમમાં સાફ સફાઈ કરવાની બાકી છે. તેમ કહેતાં નીતાબેન તે રૂમમાં ગયા હતા. જ્યાં થોડવાર જ પંકજ પાછળ આવ્યો હતો અને રૂમનો દરવાજાે બંધ કરીને તેમને બળજબરીથી પકડી લીધા હતા. બાદમાં શારીરીક છેડતી કરીને બિભત્સ માંગણીઓ કરી હતી.
અચાનક બનેલી ઘટનાથી નીતાબેન ડઘાઈ ગયા હતા અને હિંમત કરી પંકજની પકડમાંથી છુટી બહાર ભાગી ગયા હતા. એ દરમિયાન ત્યાં મહિલા ડોક્ટર આવતાં નીતાબેને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી ડોક્ટરે તેમને પોલીસ ફરીયાદ કરવા કહ્યું હતું.
ચાંદખેડા પોલીસે નીતાબેનની ફરીયાદનાં આધારે પંકજ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.