ચાંદખેડામાં ઈન્કમટેક્ષ ઓફીસરના ઘરે ત્રાટકી તસ્કરો સવા ચાર લાખના દાગીના-રોકડ લઈ ગયા
અમદાવાદ: શહેરમાં ઠેર ઠેર સીસીટીવી લગાવવામા આવ્યા હોવા છતા ચોરીનું પ્રમાણ ઘટી રહ્યુ નથી આ સ્થિતિમાં ચાંદખેડામાં ઈન્કમટેક્ષ ઓફીસર તથા એરફોર્સ અધિકારી એવા ભાઈઓના ઘરે રૂપિયા સવા ચાર લાખની ઘરફોડ ચોરી થતા ચકચાર મચી છે ચોરીની ઘટના બની એ સમયે પરીવાર ઘરને તાળા મારી લગ્નમાં હાજરી આપાવ માટે બહાર ગામ ગયુ હોવાનુ જાણવા મળ્યુ છે
જ્યારે બાપુનગરમાં ઘરે કામ કરતી એક એક મહીલા જ તિજારીમાંથી રૂપિયા સવા લાખની વીટી ચોરી જતા વૃદ્ધે તેના વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.
ચાંદખેડા આવેલા તેજેન્દ્રનગરમાં રહેતા સુમીતભાઈ ઈન્કમટેક્ષમાં વિભાગમાં નોકરી કરે છે જ્યારે તેમના ભાઈ કૃણાલભાઈ એરફોર્સમા સેવા આપી છે તેમમના પિતા મનુભાઈ પંડ્યાએ ચાંદખેડા પોલીસમા નોધાવેલી ફરીયાદ અનુસાર ૬ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોજાયેલા સમૂહલગ્નમાં પોતાના સગા ભાણીયાના લગ્ન હતા જેમા મામેરુ લઈને તમામ પરીવાર ગયો હતો
બીજા દિવસે સુમીતભાઈ પોતાના ઘરે પહોચતા મકાનનાં દરવાજા નકુચો તુટેલો હતો જેથી પોલીસને જાણણ કર્યા બાદ તપાસ કરતા અલગ અલગ બેડરૂમ આવેલી તિજારીઓના તાળા તોડી તસ્કરો સોનાની બુટ્ટી મંગળસુત્ર ચુની દોરા લક્કી ઉપરાંત ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ૬૦,૦૦૦ ચોરીને રફુચક્કર થઈ ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ આ ઘટનાને પગલે સોસાયટીમાં સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી ચોરીની તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં ભરતભાઈ પટેલ ન્યુ સરીતા સોસાયટી ડી માર્ડ સામે બાપુનગર અ ફરીયાદ નોધાવી છે માયાબેન રાજેશભાઈ જે હર્ષદ કોલોની ખાતે ભાડેથી રહે છે તે કેટલાંક સમયથી પોતાના ત્યા ઘરકામ કરતા હતા કેટલાક દિવસ અગાઉ માયાબેન તેમના કબાટમાંથી ડાયમંડ જેડલી સોનાની રૂપિયા સવા લાખ વીટી ચોરી કરી હતી બાદમા લગ્ન પ્રસંગમાં જવાનુ હોઈ તેમની પત્નીએ વીંટી પહેરવા માટે શોધી હતી જા કે તે મળી ન આવતા તેમણે માયાબેનની પુછપરછ કરી હતી જેમા તેમણે જ ચોરી કરી હોવાનું બહાર આવ્યુ હતુ.