Western Times News

Gujarati News

ચાંદખેડામાં જવેલર્સના શો રૂમમાં તસ્કરો ત્રાટક્યા

ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરોએ ચાર તોલાથી વધુની વજનની સોનાની
ચેઈન તફડાવી: બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં જાવા મળ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી ચોરી અને લુંટની ઘટનાઓને અંજામ આપી રહયા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી જવેલર્સ શો રૂમના માલિકો અને તેમાં કામ કરતા કર્મચારીઓ સોફટ ટાર્ગેટ બની ગયા છે. શહેરમાં એક પછી એક સોનાની ચોરીની ઘટનાઓથી પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે.

આ દરમિયાનમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જાણીતા જવેલર્સના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરો રૂ.ર લાખથી વધુની કિંમતની સોનાની ચેઈન તફડાવીને પલાયન થઈ જતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં એક પછી એક ગંભીર ઘટનાઓ બની રહી છે શહેરના નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર ગાર્ડન પાસે આદર્શનગરમાં રહેતા તેજસ મનુભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી ચાંદખેડા વિસ્તારમાં આવેલા તનીસ્ક જવેલર્સના શોરૂમમાં ફરજ બજાવી રહયા છે. ગઈકાલે તનીસ્ક જવેલર્સના શો રૂમમાં બે શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા અને તેઓ સોનાની ચેઈનના કાઉન્ટર પર ગયા હતાં આ કાઉન્ટર પર રંજનાબેન નામની કર્મચારી ફરજ બજાવે છે

બંને શખ્સોએ સોનાની ચેઈનો બતાવવાનું જણાવ્યું હતું જેના પગલે રંજનાબેને એક પછી એક સોનાની ચેઈન તેમને બતાવી હતી. બંને શખ્સો સોનાની ચેનો જાયા બાદ એક પણ ચેઈન ખરીદી ન હતી અને તેઓ ત્યાંથી ખરીદી કર્યાં વગર જ બહાર નીકળી ગયા હતાં આ સમયે રંજનાબેને આ બંને શખ્સોનો મોબાઈલ નંબર અને સરનામુ પુછયું હતું પરંતુ બંને શખ્સોએ સરનામુ અને ફોન નંબર આપવાનો ઈન્કાર કર્યો હતો ત્યારબાદ કર્મચારીઓ પોતાના રૂટીન કામમાં લાગી ગયા હતાં.

શો રૂમ બંધ કરવાનો સમય થતા જ હિસાબ કરવામાં આવી રહયો હતો તેજસભાઈ હિસાબ કરતા હતા તે દરમિયાન ચાર તોલાથી વધુની કિંમતની સોનાની ચેઈનનો હિસાબ મળતો ન હતો અને તેની ઘટ જણાતા તમામ બીલો ચેક કરવામાં આવ્યા હતાં પરંતુ તેનું કોઈ બીલ હતુ નહી અને સોનાની ચેઈન ગાયબ થયેલી જાવા મળી હતી.
અંદાજે રૂ.ર.૧૬ લાખની કિંમતની સોનાની ચેઈન ચોરી થઈ હોવાનું માલુમ પડતાં જ તાત્કાલિક રંજનાબેને પણ આ બંને શખ્સો પર શંકા વ્યકત કરી હતી

જેના પરિણામે સીસીટીવી કુટેજ ચેક કરવાની શરૂઆત કરવામાં આવી હતી. કુટેજ ચેક કરતા બપોરના ૩.૦૦ વાગ્યે આ બંને શખ્સોની ગતિવિધિ તપાસવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટપણે એક શખ્સ સોનાની ચેઈન રંજનાબેનની નજર ચુકવીને બીજા શખ્સને આપતો જાવા મળી રહયો છે જેના પરિણામે તેજસભાઈએ આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સીસીટીવી કુટેજ મેળવી બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેઓની શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.