ચાંદખેડામાં જુગાર રમતા છની અટક

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ,
ચાંદખેડા, આઇઓસી રોડ પર આવેલા માનસરોવર રો-હાઉસમાં જુગાર રમતા હોવાની માહિતી મળતા પોલીસની ટીમ R/૧૨ નંબરના મકાન પર ત્રાટકી હતી અને મકાનમાલિક અને મુખ્ય સૂત્રધાર ચિરાગ અનિલ પંડ્યા સહિત છ જુગારીઓને ઝડપી લીધા હતા. જુગારધામ પરથી પોલીસે રોકડ રકમ, વાહનો તથા મોબાઈલ ફોન સહિત કુલ એક લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.