Western Times News

Gujarati News

ચાંદખેડામાં ડોક્ટરની કારમાંથી બે લાખ રોકડ ઉપરાંત મુદ્દામાલની ચોરી

સરખેજમાં ફાર્મા કંપનીના ગોડાઉનમાંથી મેડીસીનનાં કાચા માલની ચોરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. જેને કારણે રીઢા ગુનેગારો બેફામ બન્યાં છે. પોલીસની નિષ્ક્રીયતાને પગલે ગુના ઊકેલી ન શકાતાં ગુનેગારો વધુ ગુના આચરવા પ્રેરાઈ રહ્યાં છે. ખાસ કરીને ઘરફોડ કરતાં ચોરો પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં ચોરીઓને અંજામ આપીને તેમને પડકાર આપતાં હોય તેમ લાગી રહ્યું છે.
અગાઉ રાતનાં અંધારામાં ગુનાને અંજામ આપતાં ચોરોની હિંમત એટલી ખુલી છે કે હવે ધોળે દિવસે તાળાં તોડી રહ્યાં છે. આ પરીસ્થિતિ ચાંદખેડામાં એક ડાક્ટરની ગાડીમાંથી બે લાખ રૂપિયાની રોકડ ઊપરાંત અન્ય સાધનો દસ્તાવેજાની ચોરી થઈ છે. જ્યારે સરખેજમાં ગોડાઉનનાં તાળાં તોડીને લગભ સાડા ત્રણનાં સામાનની ચોરીની ફરીયાદ થઈ છે.

પ્રથમ બનાવ ચાંદખેડા વિસ્તારમાં બન્યો છે. શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતાં અભિષેક રેવાલાલ પરમાર (શરણ સ્ટેટસ, મોટેરા, ચાંદખેડા) કેટલાંક દિવસ અગાઉ વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલી બેંકમાંથી બે લાખની રોકડ ઊપાડી હતી. જે પોતાની કારમાં મુકી હતી. જ્યાંથી આગળ આવેલાં એટીએમમાં જઈ અભિષેકભાઈ પરત ફરતાં તેમની ગાડીમાંથી બે લાખની રોકડ ઊપરાંત લેપટોપ, મેડીકલનાં સાધનો તથા અન્ય મહત્ત્વ દસ્તાવેજાની ચોરી થયેલી જણાઈ હતી.

જ્યારે સરખેજ સાણંદ ચોકડી પાસે કર્ણાવતી એસ્ટેટમાં ફાર્મા સપ્લાય એજન્સીનાં એકાઊન્ટન્ટ ભુમિલ શાહે સરખેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે કેટલાંક દિવસ અગાઉ સવારનાં દસ વાગ્યે ગોડાઊનનાં કીપર સંજયભાઈ ગોડાઊને પહોંચ્યા ત્યારે દરવાજાનાં તાળા તુટેલા હતા અને ગોડાઊનમાં સામાન અસ્તવ્યસ્ત હતો. ઊપરાંત મેડીસીનનો કાચો માલ ભરેલા ત્રણ લાખ દસ હજારની કિંમતનાં ત્રણ ડ્રમની ચોરી થયેલી જણાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.