ચાંદખેડામાં દંપતીની પુત્રીને આયાએ વેચવાનું ષડયંત્ર રચ્યુ
બંગાળનાં દંપતીના કારણે રેકેટનો પર્દાફાશ થયો
મુળ બંગાળના એક દંપતીએ બાળક દત્તક લેવા માટે પ્રશાંતનો સંપર્ક કરતાં તેણે બિંદુ નામની મહીલા ગરીબીના કારણે પોતાની બાળકી દત્તક આપવા માંગે છે તેવી વાત કરતાં દંપતીએ ફોટા મંગાવ્યા હતા બાદમાં બાળકીની ઉંમર પૂછતાં બિંદુ સરખો જવાબ આપી શકી ન હતી જેને કારણે તેમને શંકા ગઈ હતી અને તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરનું આધુનિકીકરણ ખુબ જ ઝડપથી થઈ રહયું છે એની સાથે કદમ મેળવવા મોટાભાગના નાગરીકોના જીવન પણ બદલાઈ ગયા છે અને કેટલાંક વર્કીગ કપલ પોતાના ઘર-બાળકોને સાચવવા માટે હવે આયા રાખતાં થઈ ગયા છે.
જાેકે ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવેલી એક ઘટના ખુબ જ ચોંકાવનારી તેમજ આંખો ખોલનારી છે એક દંપતિ પોતાનો વ્યવસાય સંભાળવામાં વ્યસ્ત હોવાથી એક આયાને પોતાની અગિયાર મહીનાની દિકરી સાચવવા નોકરીએ રાખી હતી જાેકે તે આયા હ્યુમન ટ્રાફીકીંગ ગેંગની સભ્ય હોવાનું તથા તેમની પુત્રીના ફોટા ટ્રાફીકરો પાસે ફરતાં હોવાની જાણ થતાં તેમના પગતળેથી જમીન સરકી ગઈ હતી
આ ઘટનામાં પોલીસની સમય સુચકતાથી બાળકીને બચાવીને આયાને પકડી લેવાઈ છે. ઘટનાની વિગત એવી છે કે મુળ આસામના સુમીતભાઈ (કાલ્પનિક નામ) તથા તેમની પત્નિ મોટેરા વિસ્તારમાં રહે છે અને આઈટી કંપની ધરાવી પોતાનો ધંધો કરે છે
તેમનો વેપાર વધતા પતિ-પત્ની બંને કામમાં વ્યસ્ત હોવાથી તેમને ૧૧ મહીનાની પુત્રીની દેખરેખ માટે “હોમ સર્વી” નામની મુંબઈની કંપનીમાંથી બિંદુ અમિત શર્મા (૪૦) રહે. રાયકતપાડા, જલપાઈગુરી, પશ્ચિમ બંગાળને આયા તરીકે રાખી હતી.
દરમિયાન મંગળવારે રાત્રે પશ્ચિમ બંગાળના એક પોલીસ અધિકારીએ ફોન કરીને આ બિંદુ તથા તેના પતિએ ભેગા મળીને “પ્રશાંત કાંબલે નામના માનવ તસ્કરીમાં સંકળાયેલા શખ્સને તેમની પુત્રીના ફોટોસ મોકલી આપ્યા હતા
અને પોતે તેના માતાપિતા હોવાનું કહયું હતું” જે સાંભળતાં જ ગભરાઈ ગયેલા સુમિતભાઈ તુરંત ઘરે પહોચ્યા હતા અને હાજર બિંદુ શર્માને ફોટો બાબતે પુછપરછ કરતા તે પગલ્લા તલ્લા કરીને ભાગવાનો પ્રયત્ન કરતા ચાંદખેડા પોલીસ દ્વારા તેને તુરંત પકડી લેવાઈ હતી. સુમિતભાઈની ફરીયાદના આધારે પોલીસે તપાસ કરતાં બિંદુએ બીજા જ દિવસની ટ્રેનની ટીકીટો પણ કરાવી લીધી હોવાનું બહાર આવતા તમામ ચોંકી ઉઠયા હતા.