Western Times News

Gujarati News

ચાંદખેડામાં નકલી માલિક અને દલાલે મકાન વેચવાના બહાને અઢી લાખ પડાવ્યા

કોર્ટમાં લખાણ કરાવવા જતા ફોટો પડાવવાના બહાને બંને ગઠીયા રફૂચક્કર

અમદાવાદ : ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોનું એકમાત્ર સપનુ પોતાનું ઘર હોય એ હોય છે પરતુ કેટલાંક લેભાગુ તત્વો મકાનો આપવાના બહાને ગરીબોને છેતરીને તેમની પાસેથી રૂપિયા પડાવી જવાના કિસ્સા વારવાર બહાર આવે છે આ  સ્થિતિ ચાંદખેડામાં રહેતા અકે સફાઈ કામદારને ઘર લેવાનું હોવાથી દલાલ તરીકે ઓળખ આપી એક શખ્શે નકલી મકાન માલિક સાથે મળીને રૂપિયા અઢી લાખ પડાવી લેવાની ફરીયાદ નોંધાઈ છે.

ઈન્દ્રુબેન કિશનકુમરા સોલંકી (૪૫) કાળીગામ વાલ્મીકી વાસ સાબરમતી ખાતે રહે છે સફાઈ કામદાર તરીકે ૨૦ વર્ષથી નગર પાલિકામા કામ કરે છે કેટલાક મહીના અગાઉ નવું મકાન ખરીદવા માટે તેની શોધમાં હતા ત્રણ મહિના અગાઉ ચાંદખેડા સોમેશ્વવર સોસાયટીમાં એક મકાન તેમને પસદ પડ્યુ હતુ જેથી પરીવાર સાથે તે મકાન જાવા ગયા હતા તેના બે દિવસ બાદ અકે અજાણ્યા શખ્શે પોતાનુ નામ શંકર ઉર્ફે સંજય જણાવી પોતે દલાલીનો ધંધો કરતો હોવાનુ જણાવ્યુ હતુ.

ઉપરાંત સોમેશ્વર સોસાયટી વાળુ મકાન તેમને આપાવવાની બાંહેધરી આપી હતી બાદમા શંકર અને ઈન્દ્રબેન પરીવાર રૂબરૂ મળ્યા હતા અને મકાનનો સોદો ૨૮ લાખમા નક્કી કર્યો હતો જા કે ઈન્દ્રુબેન મકાન લોન પર લેવુ હોઈ તેના દસ્તાવેજા માગતા શકરે પોતાની દલાલી પેટે ૫૦ હજાર માગ્યા જે ઈન્દ્રુબેન આપ્યા હતા.

જ્યારે દસ્તાવેજા ગાંધીનગર ખાતે મકાન માલીકની હાજરીમા આપવાનું નક્કી કરાયું હતુ જે સંદર્ભે ઈન્દ્રુબેન જમાઈ તથા અન્ય દલાલ શંકર સાથે ગાંધીનગર કોર્ટે ખાતે ગયા હતા જ્યા શંકરે ધરમવીર સિહ નામના વ્યક્તિ ઓળખ મકાન માલિક તરીકે કરાવી હતી ઉપરાંત સીન્ટુ પટેલ નામના મહીલા નોટરીની પાસે જઈને રૂપિયા ર.૫૦ રોકડના બાનામત કરવા ગયા હતા જ્યા શંકર તથા ધરમવીર રોકડ રમક લીધા બાદ ફોટો પડાવાના બહાને કોઈમાંથી રફુચક્કરક થઈ ગયા હતા.

જ્યારે સીટુ બેન પટેલે બંને ઈસમો ત્યાથી જથા રહ્યો હોવાનુ જણાવવા તપરીવારનો બંનેનો શોધવા ગયા હતા તથા ધરમવીરનો ફોટો મેળવી શોધખોળ દરમિયાન એક રીક્ષા ચાલકને બલાવતા તેવો ધરમવીર નહી પરતુ ગાંધીનગર પેથાપુરના સર્જરી એપાર્ટેમેન્ટમાં રહેતો મન્સુરી મહોમ અર્શદ હોવાનુ જણાવતા તેના ઘરે તપાસ કરવામા આવી હતી જ્યા મન્સુરીની પત્ની પતિ બહાર ગયા હોવાનું જણાવ્યુ હતુ.

જેથી થોડા દિવસો સુધી પોતાની રૂપિયાની ઉઘરાણી માટે ધક્કા ખાધા વગર છેતરપીળીની લાગણી થતાં ઈન્દ્રુબેને ચાંદખેડા પોલીસ મથકમા નકલી મકાન માલિક મન્સુરી તથા દલાલ શંકર વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.