ચાંદખેડામાં પરણીત મહીલાને પરેશાન કરતાં વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ
અગાઉ બંન્ને વચ્ચે મિત્રતા હતીઃ મહીલાના લગ્ન થઈ જતા વિડીયો ફોટા વાઈરલ કરી લગ્ન તોડાવી નાખવાની ધમકીઓ આપી |
અમદાવાદ : મહીલાઓ સામે વધતાં અત્યાચાર વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાયદા બનાવવામા આવ્યા છે તેમ છતા મહીલાના સાસરીયાઓ અસામાજીક તત્વો અને એક તરફી પ્રેમીઓ જેવા લોકી કાયદાની પરવા કર્યા વગર તેમને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખે છે આવી જ વધુ એક ઘટના ચાંદખેડા વિસ્તારમાં સામે આવી છે.
મૂળ મધ્યપ્રદેશની મહીલાને તેના સહકર્મચારી સાથે મિત્રતા થઈ હતી જા કે તે મિત્ર મહીલાની પાછળ પડી ગયો હતો અને અન્ય લગ્ન કરતા આ મિત્ર મહીલાને તથા તેના પોલીસ પતિને ફોન કરી મહીલાને બદનામ કરવાની ધમકીઓ આપતો હતો.
અર્ચના જગદીશભાઈ મેવાડા ક્રિષ્ણા હાઈટસ જગતપુર ચાંદખેડા ખાતે રહે છે અર્ચનાના અગાઉ છુટાછેડા થઈ ગયા બાદ તે પોતાના પુત્રને મધ્યપ્રદેશ ખાતે રહેતા માતા પિતા પાસે મુકી અમદાવાદમાં નોકરી કરતી હતી
દરમિયાન ઓફીસમાં જ મિત્ર દ્વારા બરોડામાં મૌલેષ ભુપેન્દ્ર દવે નામના વ્યક્તિ સાથે પરીચયમા આવ્યા બાદ બંનેને મિત્રતા બંધાઈ હતી જા કે અર્ચનાબેન મિત્રતા ઓછી કરતા મૌલેષ તેમને વારવાર ફોન કરી ધમકીઓ આપીને પરેશાન કરતો હતો.
દરમિયાન અર્ચનાબેન રાજકોટ પોલીસમા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જગદીશભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા જેની જાણ મૌલેષને થતા તેણે ફરી ધમકીઓ આપવી શરૂ કરી હતી તમામ હદો વટાવી મૌલેષે જગદીસભાઈ તથા અર્ચના બેનેને તેમના ફોટા તથા વિડીયો વાઈરલ કરવાની ધમકીઓ આપી હતી અને પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા છેવડે અર્ચના બેને મૌલેષ વિરુદ્ધ ફરીયાદ નોધાવતા ચાદખેડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.