ચાંદખેડામાં બંધ ઘરમાંથી બે લાખ રોકડ સહીત ૩.૨૦ લાખની મત્તાની ચોરી
નિકોલમાં છતના પતરા તોડી ઘૂસેલા ચોર એક લાખની કિંમતનો સામાન ઉઠાવી ફરાર
અમદાવાદ: ઠંડાની શરૂઆત થતા જ તસ્કરો પણ સક્રીય થઈ ગયા છે સામાન્ય લોકોથી લઈ સિક્યુરીટી ગાર્ડ સુધીના નાગરીકો ઠંડીના કારણે ઠુઠવાઈને સુઈ રહ્યા છે જેનો ભરપુર લાભ ચોર ઉઠાવી રહ્યાછે આ પરીસ્થિતિમાં ચોરીના બનાવોની સંખ્યા અને ચોરીની રકમ પણ વધી ગઈ છે ત્યારે ચાંદખેડામા એક ઘર તથા નિકોલમા એક એસ્ટેટમાં આવેલુ ગોડાઉન તસ્કરોના નિશાને આવ્યુ છે બંને બનાવોમાં કુલ ચાર લાખની વધુની મતા ચોરાઈ છે.
ચાંદખેડામાં આવેલા આઈઓસી રોડ નજીક આવેલા તેજેન્દ્રનગર ખાતે અમીતભાઈ દેસાઈનુ ઘર આવેલુ છે જ્યા દિવસ દરમિયાન અમીતભાઈના વૃદ્ધ માતા રહે છે અને રાત્રે તે અમીતભાઈ તથા તેમના પરીવાર સાથે રહેવા ઘરતી રો હાઉસ રેલ્વે સ્ટેશનની સામે ચાંદખેડા ખાતે જાય છે તેજેન્દ્રનગર તાળુ મકાન રાત્રે તાળાબંધ રહે છે ગુરુવારે સવારે અમીતભાઈના ભાઈ મોહનભાઈ તેમની માતા પુજાબેનને લઈ તેજેન્દ્રનગરવાળા ઘરે ગયા હતા.
જાકે ઘરેથી નીકળ્યાના થોડી જ વારમા મોહનભાઈએ અમીતભાઈને ફોન કરીને ઘરના તાળા તુટેલા હોવાનું અદરનો સામાન વેર વિખેર હોવાનું જણાવ્યુ હતુ તાબડતોળ તપાસ કરતા બે તિજારીઓ ખુલ્લી જાવા મળી હતી જેમાથી બે લાખ રૂપિયા રોકડ અને સોનાના દાગીના ગાયબ જણાયા હતા જેથી અમિતભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાત્રે દરમિયાન રૂપિયા ત્રણ લાખ વીસ હજારની મતા ચોરી જવાની ફરીયાદ નોધાવી છે.
જ્યારે નિકોલમાં ત્રિભુવન એસ્ટેટમાં લક્ષ્મીકાંત પંચાલ પ્રાઈમ મશીન ટુલ્સ નામનું કારખાનું ધરાવે છે બુધવારે સાજે કારખાનું બંધ કરી ગુરુવારે સવારે કારીગરો નોકરીએ આવ્યા હતા અને સ્ટોર રૂમમાં જાતા જ તમામ સામાન વેરેલો પડ્યો હતો તપાસ કરતા એક લાખ રૂપિયાનો ગ્રાઈડીગ મશીનરીનો સામાન ચોરાયેલો હતો તાત્કાલીક કારખાને પહોચેલો લક્ષ્મીકાંત અને કારીગરો એક કરતા છતના પતરા તુટેલા જણાયા હતા જેથી તેમણણે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોતાના કારખાનાના પતરા તોડી અંદર ઘુસેલા ચોરો વિરુદ્ધ ફરીયાદ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.