Western Times News

Gujarati News

ચાંદખેડામાં બે યુવતીઓએ માલિક વિરુદ્ધ છેડતી અને બિભત્સ માંગણીની ફરિયાદ નોંધાવી

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: નોકરી કરતી મહીલાઓ સામે ઓફીસમા છેડતીના બનાવો વારવાર સામે આવતાં હોય છે પુરુષો અથવા બોસ દ્વારા બિભત્સ માગણીઓ કરવામા આવતા મહીલાઓનું હવે જીવતુ દુષ્કટ બન્યુ છે આ Âસ્થતિમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમા એક જ ઓફીસની બે મહીલા કર્મચારીઓએ પોતાના બોસ વિરુદ્ધ છેડતી અને બિભત્સ માંગણી કરવાની ફરીયાદ નોધાવી છે આ માલિકે આ બદલે તેમને ડબલ પગાર આપાવનો બંને યુવતીઓને આક્ષેપ કર્યો છે. latest news in gujarati

સોની વર્મા (૨૨) સરદારનગર ખાતે રહે છે અને ચાંદખેડા વિસત ગાધીનગર હાઈવે પર આવેલા ૪ડી સ્કેવર મોલમાં આવેલી અર્નવ રિયલ એસ્ટેટ નામની કંપનીમા નોકરી કરે છે સોનીએ પોતાની મિત્ર સોનલ પરમાર સાબરમતી ને પણ પોતાની ઓફીસમા નોકરી એ અપાવી હતી.

કેટલાંક દિવસો અગાઉ સોની ઓફીસમાં કામ કરતી હતી એ વખતે ઓફીસને તમામ સ્ટાફ જમવા માટે ગયો હતો.

ત્યારે સોનીની એકલતાનો લાભ ઉઠાવીને તેના માલિક નાગેન્દ્ર પ્રતાપ સિઘે તેની શારીરીક છેડતી કરી હતી ઉપરાંત તેની પાસે બિભત્સ માંગણીઓ કરી હતી આ ઘટના બાદ સોનીએ નાગેન્દ્રભાઈનો માંગણીનો અસ્વીકાર કરતા તેમણે પગાર ડબલ કરવાની ઓફર કરી હતી તેમ છતાં સોનીએ આ અંગે પોતાનો વિરોધ દર્શાયો હતો. latest news from gujarat

બાદમાં તેણે ઓફીસમાં કામ કરતી પોતાની મિત્ર સોનલને પણ નાગેન્દ્રભાઈથી વચીને રહેવા જણાવ્યુ હતુ જા કે સોનલે પણ નાગેન્દ્રભાઈએ પોતાની સાથે અભદ્ર વર્તન અને બિભત્સ માંગણી કર્યાના આક્ષેપો મુકયા હતા. આઘટના બાદ સોની અને સોનલ બંનેએ મહીલા હેલ્પ લાઈન સંપર્ક કર્યા બાદ ચાંદખેડા પોલીસ સ્ટશનમાં માલિક વિરુદ્ધ છેડતી તથા બિભત્સ માંગણી કરવાની ફરીયાદ નોધાવી છે પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.