ચાંદખેડામાં સ્ટેટમોનીટરીંગ સેલનો દરોડો

અમદાવાદ: હાલમાં કોરોનાની મહામારી વકરી છે અને નાગરીકો સ્વયંભુ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. ઉપરાંત પોલીસ પણ ભીડવાળાં સ્થળોએ કાર્યવાહી કરી રહી છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટીમે ચાંદખેડામાં છેલ્લાં બે મહીનાથી ચાલતાં એક મોટાં જુગારધામ પર દરોડાની કાર્યવાહીકરી ૧૮ જુગારીઓનેે ઝડપી લીધાં છે. ઉપરાંત બેે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે તે ચાંદખેડામાં આવેલા જનતાનગરમાં હનુમાનજીનાં મંદીર નજીક કેટલાંક સમયથી મોટું જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી.
જેને આધારે તેમણે રેડ કરતાં જુગારધામનાં મુખ્ય સંચાલકો મુકેશ દિનાનાથ તુમરે, નરેશ દિનાનાથ તુમરે અને રાજુ રેલ સહીત ૧૮ જુગારીઓને ઝડપી લીધા હતા. બાદમાં સ્થળ પરથી ૪૭ હજારની રોકડ રકમ તથા અન્ય વાહનો સહીતની વસ્તુઓ મળીને કુલ બે લાખ પાંચ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
નોંધનીય છે કે આ જુગારધામ કેટલાંક અધિકારીઓની રહેમનજર હેઠળ જ ચાલી રહ્યાનું સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ અંગે વાત કરતાં ડી.વાય.એસ.પી. જ્યોતિ પટેલ જણાવ્યું હતું કે હાલમાં જુગાર અંગેની કાર્યવાહી થઈ છે અને વધુ તપાસ ચાલું છે.