ચાંદખેડા : ટ્યુશને જવા નીકળેલો સગીર બાળક લાપત્તા

(પ્રતિનિધિ) અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં ટ્યુશને ગયેલો બાળક મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા ચકચાર મચી છે હાંફળા ફાંફળા થયેલા પરીવારજનોએ સમગ્ર રાત દરમિયાન બાળકની શોધખોળ ચલાવી હતી જાકે તે મળી ન આવતા છેવટે ચાંદખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
સરોજબેન ઠાકોર રહે રેલ્વે કોલોની જવાહર ચોક સાબરમતી ખાતે રહે છે તેમને સંતાનમાં ચાર દિકરા છે જેમાંનો ત્રીજા નંબરનો પુત્ર રોહીત ૧૬ વર્ષનો છે જે ધો.૧ર માં આર્ટસનો અભ્યાસ કરે છે રોહીત આઈઓસી રોડ પર આવેલા સોના ગ્રુપ ટયુશનમાં સાંજે ભણવા માટે જાય છે. બુધવારે સાંજે ૬ વાગ્યે રોહીત ટ્યુશન કલાસમાં ગયો હતો
સામાન્ય રીતે સાત વાગ્યે ઘરે પરત ફરતો રોહીત રાત્રિના સાડા આઠ થવા છતાં પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ રોહીતના ટયુશન શિક્ષકની પુછપરછ કરતા તેમણે રોહીત કયારનો જતો રહયો હોવાનું કહયું હતું જેના પગલે સમગ્ર પરીવારે રોહીતની શોધખોળ કવરા છતાં તે ન મળી આવતા છેવટે પોલીસ ફરીયાદ નોંધાવી હતી પોલીસે સગીર બાળક ગુમ થતાં જ પોતાની કાર્યવાહી આદરી છે.