ચાંદલોડિયામાં મફત પાણીની બોટલ નહીં આપતાં તોડફોડ અને લૂંટ

માથાભારે શખ્સોના આતંકથી સ્થાનિક નાગરીકોમાં ફફડાટ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે. પરંતુ બીજી બાજુ કેટલાંક વિસ્તારોમાં અસામાજીક તત્ત્વોનો આતંક ખૂબ જ વધી ગયો છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં નિર્દાેષ નાગરીકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે માથાભારે શખ્સો પાન પાર્લર ઉપરથી મફત ચીજવસ્તુઓ માંગતા મામલો ઉગ્ર બન્યો હતો.
આ શખ્સોએ પાન પાર્લરમાં તોડફોડ કરી ગલ્લાનાં માલિકને માર મારી વકરાનાં રૂપિયા લૂંટી ફરાર થઈ જતાં સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી પરંતુ તે પહેલાં લુખ્ખા તત્વો ભાગી છૂટ્યાં હતાં. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા દિવાળી પૂર્વે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જાહેર સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ અસામાજીક તત્ત્વો ત¥વોની દાદાગીરીથી સ્થાનિક નાગરીકો ફફડી રહ્યાં છે. શહેરનાં ચાંદલોડીયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે આવી જ એક ઘટના ઘટી હતી.
ચાંદલોડિયા વિસ્તારમાં સંત રોહીદાસ નગરમાં રહેતાં નિલેશ ખોડાભાઈનો પાનનો ગલ્લો નજીકમાં વિનાયક સિટી પાસે આવેલો છે. બ્રધર્સ પાન પાર્લર મોડી રાત સુધી ચાલુ હોય છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે. ગઈકાલે રાત્રે દીપુ સિંધી નામનો શખ્સ પાનના ગલ્લાં ઉપર આવ્યો હતો અને તેણે મફતમાં પાણીની બોટલ માંગી હતી પરંતુ ગલ્લામાં પાણીની બોટલ નહીં હોવાનું જણાવ્યું હતું.
જેના પરીણામે દીપુ સિધીં ઉશ્કેરાઈ ગયું હતું અને ગલ્લાંના માલિક નિલેશ તેનાં પિતરાઈ ભાઈને ધમકીઓ આપવા લાગ્યો હતો અને દરમિયાનમાં ગલ્લામાં રહેલું ફ્રીજ ખોલીને પણ નિલેશે બતાવ્યું હતું તેમ છતાં દિપુ સીધી ઉશ્કેરાઈ ગયું હતું અને તેની સાથે આવેલો એક અન્ય સાગરીત પણ બૂમાબૂમ કરવાં લાગ્યો હતો જેના પરીણામે વાતાવરણ ઉગ્ર બની ગયો હતો.
મફતમાં પાણીની બોટલ નહીં આપતાં દિપુ સીધી અને તેનાં સાગરીતે પાનનાં ગલ્લાનાં માલિક તથા તેના પિતરાઈ ભાઈને ધમકીઓ આપી હુમલો કર્યાે હતો. જેનાં પરિણામે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાનમાં આ માથાભારે શખ્સોએ પાનનાં ગલ્લામાં તોડફોડ શરૂ કરી હતી અને કાચની બોટલો તથા અન્ય વસ્તુઓ તોડી નાંખી હતી ત્યારબાદ ગલ્લામાં પડેલાં વકરાનાં રૂપિયા પણ લૂંટી લીધા હતાં.
આ દરમિયાનમાં કોઈએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસ જીપને સ્થળ ઉપર રવાનાં કરી દીધી હતી. જાકે પોલીસ આવી પહોંચે તે પહેલાં દીપુ સીંધી અને તેનો સાગરીત ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાના પગલે સ્થાનિક નાગરીકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
સોલા પોલીસે સ્થળ ઉપર પહોંચી જઈ ગલ્લાનાં માલિક તથા આસપાસનાં લોકોની પૂછપરછ કરી હતી. જેમાં આ માથાભારે શખ્સો સામે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં જ અસામાજિક તત્ત્વોની વધતી રજાંડ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાં રજૂઆત કરવામાં આવી હતી. સોલા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.