ચાંદલોડિયામાં રહેતા અશોકભાઇ ગુપ્તા ખીર બનાવીને કુતરાઓને ખવડાવે છે

અમદાવાદ, અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અને અનાજની દુકાન ચલાવતા અશોકભાઇ ગુપ્તાની સવાર કંઇક અલગ રીતની જ પડે છે. અશોકભાઇ છેલ્લા ૧૦ વર્ષથી વાવાઝોડું હોય કે મોંધવારી કે અન્ય કોઇ મુશ્કેલી હોય તેઓ કુતરાઓને ખીર ખવડાવવાનું ચુકતા નથી.
અશોકભાઇ પોતાના વિસ્તારની આજુબાજુની સોસાયટીમાં કુતરાઓને રોજ સવારે ખીર ખવડાવે છે. અને તે પણ કોઇ પણ સ્વાર્થ વિના.આ કાર્ય કરવા માટે તેઓ કોઇની આર્થિક કે અન્ય પ્રકારની કોઇ પણ મદદ લેતા નથી આવી સેવાકીય પ્રવૃતિ છેલ્લા ૧૦ વર્ષથી કરી રહ્યાં છે.આથી તેઓ આ વિસ્તારમાં ખુબ જાણીતા બની ગયા છે.
અશોકભાઇ ગુપ્તા નિયમિત રીતે રોજ સવારે કુતરાઓને ખીર ખવડાવવાનું કાર્ય કરી છે. અશોકભાઇ વહેલી સવારે ઉઠીને ખીર બનાવીને ચાંદલોડિયા તળાવ,ગુરૂ મંદિર તેમજ આજુબાજુની જુદીજુદી સોસાયટીઓમાં જઇને ચોમાસુ હોય કે શિયાળાની ઠંડી કે મોંધવારી હોય તો પણ તેઓ કુતરાઓને ખીર ખવડાવવાનું ચુકતા નથી તેમના દિવસની શરૂઆત કુતરાઓને ખીર ખવડાવીને જ થાય છે.
હવે તો કુતરાઓ પણ અશોકભાઇની રાહ જાેતા થઇ ગયા છે અને અશોકભાઇ જયારે ખીર લઇને પોતાના વાહનમાં સોસાયટીમાં પહોંચે કે તરત જ કુતરાઓનું ટોળુ તેમના વાહન પાસે એકત્રિત થઇ જાય છે. અશોકભાઇએ કુતરાને ખીર ખવડાવવાનો ક્રમ ૧૦ વર્ષ પહેલા શરૂ કર્યો હતો અને તે આજે પણ યથાવત રહ્યો છે શરૂઆતમાં તેઓ ૧૫-૨૦ કુતરાઓને ખીર ખવડાવતા હતાં.
પરંતુ હવે તેઓ ૬૫૦થી ૭૦૦ કુતરાઓને ખીર ખવડાવે છે તેમનું કહેવું છે કે આ સેવાકીય કાર્ય કરવા માટે તેમણે કયારેય કોઇની પાસે મદદ માંગી નથી મને ભગવાને ખુબ આપ્યુું છે અને હું રોજ ૫૫ કીલો દુધની ૨૫૦ કિલો ખીર બનાવીને કુતરાઓને સવારે ૩ વાગ્યાથી લઇને ૧૧ વાગ્યા સુધી ખવડાવું છું હું બિમાર હોય કે મારા પરિવારમાં કોઇ બિમાર હોય કે પછી કોઇ સારો ખોટો પ્રસંગ હોય હું કુતરાઓને ખીર ખવડાવવાનું ચુકતો નથી અને મારી ઇચ્છા છે કે દરેક વ્યક્તિ અબોલ પ્રાણીઓ માટેની સેવા કરે હવે તો આજુબાજુની સોસાયટીવાળા પણ તેમને ખીરવાળા અંકલ કહીને ઓળખતા થઇ ગયા છે.SSS