ચાંદલોડિયા, આમલી રોડ અને સાબરમતી સ્ટેશનો પર 9 જોડી ટ્રેનોનું સ્ટોપેજ
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 5 જોડી ટ્રેનોના સ્ટોપેજ, આમલી રોડ સ્ટેશન પર બે જોડી અને સાબરમતી સ્ટેશન પર બે જોડી ટ્રેનોના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ડાઉન ટ્રેનો
1. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 8મી જુલાઈ, 2022થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:27/18:29 કલાકે રહેશે.
2. ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:47/08:49 કલાક રહેશે.
3. ટ્રેન નંબર 11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો 5 જુલાઈ 2022 થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:47/08:49 49 કલાકે રહેશે.
4. ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:37/22:39 કલાક રહેશે.
5. ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 05:37/05:39 કલાકે રહેશે.
6. ટ્રેન નંબર 19119 અમદાવાદ – સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી આંબલી રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 11:10/11:12 કલાકે રહેશે.
7. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 5 જુલાઈ, 2022થી આંબલી રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:19/18:21 કલાકે રહેશે.
8. ટ્રેન નંબર 14708 દાદર – બીકાનેર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:16/22:18 કલાકે રહેશે.
9. ટ્રેન નંબર 15270 અમદાવાદ – મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનનો 9 જુલાઈ, 2022 થી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:48/17:50 કલાકે રહેશે.
અપ ટ્રેનો
1. ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 4 જુલાઈ, 2022 થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07:40/07:42 કલાકે રહેશે.
2. ટ્રેન નંબર 11463 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:53/17:55 કલાકે રહેશે.
3. ટ્રેન નંબર 11465 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ ટ્રેન 4થી જુલાઈ, 2022 થી ચાલદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:53/17:55 કલાકે રહેશે.
4. ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલીક અસરથી ચાલદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19:15/19:17 કલાકે રહેશે.
5. ટ્રેન નંબર 22946ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19:40/19:42 કલાકે રહેશે.
6. ટ્રેન નંબર 19120 સોમનાથ – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તાત્કાલિક અસરથી આંબલી રોડ સ્ટેશનપર આગમન/પ્રસ્થાનનો સમય 15:45/15:47 કલાકે રહેશે.
7. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 6ઠ્ઠી જુલાઈ, 2022 થી આંબલી રોડ સ્ટેશનપર આગમન/પ્રસ્થાનનો સમય 09:49/09:51 કલાકે રહેશે.
8. ટ્રેન નંબર 14707 બીકાનેર – દાદર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:01/22:03 કલાકે રહેશે.
9. ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 9 જુલાઈ 2022 થી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07:13/07:15 કલાકે રહેશે.
ટ્રેન નંબર 14707/8 બીકાનેર-દાદર અને ટ્રેન નંબર 15269/70 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સાબરમતી સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે આપવામાં આવેલ છે.
ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને રચનાને લગતી વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.