Western Times News

Gujarati News

ચાંદલોડીયાના ફલેટમાં વહેલી સવારે આગઃ કોઈ જાનહાની નહી

(પ્રતિનિધિ) અમદાવાદ : આજરોજ વહેલી સવારે ચાંદલોડીયામાં આવેલા એક ફલેટના ચોથા માળે આવેલા મકાનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવતા ફલેટના રહીશોનો શ્વાસ હેઠો બેઠો હતો. ચાંદલોડીયામાં આવેલા સિલ્વર સ્ટાર મોલ પાસે આવેલી બીઓબી બેંકની સામે કનક રેસીડેન્સીના ચોથા માળે આવેલા ૪૦ર નંબરના મકાન એકાએક આગ ફાટી નીકળી હતી

જેના પગલે ઘરના સભ્યોએ બુમાબુમ કરતા ફલેટના અન્ય રહીશો પણ જાગી ગયા હતા. દરમિયાન કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે પહોચીને ગણતરીના સમયમાં જ આગ પર કંટ્રોલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેસના બાટલામાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં રૂ.૧ લાખનું નુકસાન થયું છે જાકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.