Western Times News

Gujarati News

ચાંદલોડીયામાં ‘પબ્જી’ માટે બેસણું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કેન્દ્ર સરકારે ચીનની પબજી ગેમ પર પ્રતિબંધ મુકતા આ રમત સાથે સંકળાયેલા લાાખ્ખો યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે. પબ્જીએ યુવાનો-યુવતિઓ અને બાળકોને ઘેલુ લગાડ્યુ હતુ. પરંતુ અચાનક જ ‘પબ્જી’ બંધ થતાં યુવાનો ડઘાઈ ગયા હતા. લોકડાઉનના બે મહિના દરમ્યાન ‘પબ્જી’ રમનારાઓને મજા આવી ગઈ હતી.

પરંતુ હવે આગામી દિવસોમાં પબ્જી રમવા નહીં મળે તેનાથી વ્યથિત થઈ ગયેલા ૧પ-ર૦ જેટલા ‘ગેમર્સે’ ચાંદલોડીયા ખાતે પબ્જીનુ બેસણુ રાખ્યુ હતુ. વળી, આ બેસણામાં છેલ્લા સાત મહિનાથી એક સાથે પબજી રમતા યુવાનો સફેેદ કપડાં પરિધાન કરીને આવ્યા હતા.

યુવાનો જણાવી રહ્યા હતા કે પબજી અમારા જીવનનો એકભાગ બની ગઈ હતી. પરંંતુ પબજી પર બૅન આવવાથી અમને ઉંડો આઘાત લાગ્યો હતો. વળી, પબ્જી ગેમના લોગો પર યુવાનોએ સુખડનો હાર પહેરાવ્યો હતો. આમ, તો બીજીઘણી મલ્ટીપ્લેયર ગેમ છે પરંતુ તેમાંથી કોઈ પબ્જીની બરાબરી કરી શકે તટલી સારી નથી.

આમ, તો આ ગેમ અસલ કોરિયન હતી પરંતુ તેનુ મોબાઈલ વર્ઝન ચીને ડેવલપ કર્યુ હતુ. તેથી તેની ‘અપ’ ખરીદવાના પૈસા ચીનને જતા હતા. જાે કે ‘પબ્જી’ બંધ થવાથી સંકડો યુવાનો નિરાશ થયા છે. પરંતુ પબજીને લીધે બીજી ઘણી આડઅસર યુવાઓમાં જાેવા મળી હતી. પબજી બંધ થતા તેના સ્થાને હવે કઈ રમત સ્થાન લે છે એ જાેવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.