ચાંદીનો ભાવ ૭૦૦૦૦ની નજીકઃ સોનુ પણ ૫૪૦૦૦ ની સપાટી તરફ
રાજકોટ, બુલીયન બજારમાં તેજીનો સિલસિલો સતત યથાવત રહ્યો હોય તેમ હવે ચાંદીનો ભાવ ૭૦૦૦૦ને આરે આવી ગયો છે. સોનામાં પણ તેજી હતી. ઝવેરીઓના કહેવા પ્રમાણે રશિયા-યુક્રેન યુદ્ધ ખત્મ થવાના કોઈ સંકેત નથી અને હાલત વધુ ગંભીર બની રહી છે ત્યારે વિશ્વ બજારમાં ભાવ સળગતા હોવાનો ઘરઆંગણે પ્રત્યાઘાત છે. ઉપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડયો હોવાની પણ અસર છે.
રાજકોટમાં આજે દસગ્રામ હાજર સોનુ ૫૩૬૦૦ના સ્તરે પહોંચ્યુ હતું. કોમોડીટી એકસચેંજમાં ૫૧૯૬૦ હતું જયારે વિશ્વ બજારમાં ભાવ ૧૯૪૦ ડોલરે પહોંચ્યો હતો. ચાંદીનો ભાવ હાજરમાં ૭૦૦૦૦ના સ્તરે આવવામાં હોય તેમ રાજકોટમાં આજે બપોરે ૬૯૫૦૦ હતો.
કોમોડીટી એકસચેંજમાં ૬૭૧૦૦ હતો. વિશ્વ બજારમાં ભાવ ૨૫.૨૦ ડોલર હતો.યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિ વચ્ચે સોના-ચાંદીમાં જ રોકાણને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે અને તેની અસરે તેજી છે. યુદ્ધની સ્થિતિમાં ટ્રેન્ડમાં હજુ તાત્કાલીક બદલાવ આવે તેવી શકયતા નથી.HS