ચાઈનિઝ દોરી તેમજ તુક્કલથી પક્ષીઓને બચાવવા જનજાગૃતિ રેલીનું આયોજન
પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ અને એન.પી.જી.એ. ગ્રુપ (Wildlife rescue team & NPGA group) ના સંયુક્ત ભાગરૂપે તારીખ 10 1 2020 ના રોજ સવારે 8:30 ગાંધી આશ્રમ ખાતેથી એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. વનવિભાગ દસકોઈ રેન્જના આર એફ ઓ. શ્રી ચિરાગભાઈ આજરા દ્વારા રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું. જે ગાંધી આશ્રમથી શરૂ થઈ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ આંબાવાડી પાંજરાપોળ જઈને સમાપ્ત થશે.
રેલીનો મુખ્ય ઉદ્દેશ ભૂતકાળમાં મહાત્મા ગાંધીજીએ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો નારો આપ્યો હતો, તેવી જ ભાવનાથી ચાઈનિઝ દોરી તેમજ તુક્કલથી પક્ષીઓ અને અન્ય જીવોને બચાવવાનો છે. ચાઇનીઝ દોરીથી પક્ષીઓ તો ઘાયલ થાયજ છે જ તેની જોડે જોડે મનુષ્ય ને પણ ઇજા થાય છે. જેથી કરીને ચાઇનીઝ દોરીનો તથા કાચ પહેલી દોરી નો અને ચાઈનીઝ તુક્કલો ઉપયોગમા ના લઈએ અને પર્યાવરણ બચાવીએ તેવા સંકલ્પ સાથે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના ( Wildlife Reacue Team (WRT) સભ્યોએ લોકોને માહિતગાર કર્યા હતા.