ચાઈનીઝની જગ્યા પર ભારતમાં બનેલી પિચકારીઓ વધારે વેચાણ
અમદાવાદ: કોરોના વાયરસ ફરી એકવાર ં ફેલાયા બાદ હોળી ધૂળેટીમા રંગો અને પિચકારીઓના વેપારી-ધંધાદારીઓને મોટો ફટકો વાગ્યો છે. આ અઠવાડીયાના અંતમાં હોળીનો તહેવાર છે. દર વર્ષે હોળીના તહેવારમાં ચાઈનીઝ પિચકારી તેમજ ફુગ્ગા સહિતની માંગ વધારે હોય છે. ત્યારે આ વર્ષે વાઈરસને પગલે ચાઈનીઝ વસ્તુઓનો આયાત બંધ થતા પિચકારી સહિતની વધુઓની મોટી અછત જોવા મળી છે. જેના કારણે હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાઈનીઝની જગ્યા પર ભારતમાં બનેલી પિચકારીઓ વધારે વેચાતી દેખાઈ રહી છે.
જાે કે રાજય સરકારે રંગોનો પર્વની ઉજવણી નહીં કરવાના ફરમાનથી વેપારીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે. વેપારીઓનું કહેવુ છે કે જાે હોળીનો પર્વ મનાવવા દેવામાં નહીં આવે તો રંગો ખરીદનાર કોઇ હશે અને અને આથી અમારા ધંધાને નુકસાન થશે કોરોના વાઈરસના કારણે ચાઈનીઝ વસ્તુઓમાં અછત જોવા મળી છે. આ વર્ષ ચીનથી ૪૦ ટકા જેટલો માલ ગુજરાત ખાતે આવેલો છે. એટલે કે, ચાઈનીઝ પિચકારીના આયાતમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે.જાે કે નાગરિકો પણ ચીનની વસ્તુઓ ખરીદતા ખચકાઇ રહ્યાં છે.
દર વર્ષે હોળીના તહેવારમાં મોટાભાગની વસ્તુઓ ચીનથી આવે છે, મેજીકલ ફુગ્ગા ચીનથી આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસના કારણે ૫૦થી ૬૦ ટકા માલની અછત જોવા મળી રહી છે. જેથી એમ કહી શકાય કે કોરોના વાઈરસે ગુજરાતના વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ચાઈનીઝ પિચકારીઓ અલગ-અલગ સ્ટાઈલમાં મળતા નાના બાળકોમાં તેનો ક્રેઝ હોય છે. જોકે હોળીની વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકવાથી સામાનની અછત સર્જાણી છે તેમજ દેશમાં બનતી વસ્તુઓનુ પણ લીમીટેડ પ્રોડકશન થયુ હોવાથી પિચકારી અને ફુગ્ગાની અછત સર્જાતા વેપારીઓને ધંધામાં ભારે નુકસાન પડે તેવી સંભાવના છે.
દર વર્ષે નવી-નવી ડિઝાઈન વાળી પિચકારીઓ માર્કેટમાં જોવા મળતી હોય છે. આ વર્ષે પબજી, છોટા ભીમ, નરેન્દ્ર મોદી, પોલીસગન, ચંન્દ્રયાન-૨, સહિતની પિચકારી તેમજ ફુગ્ગા અમદાવાદના બજારોમાં વેચાઈ રહ્યા છે. ચાઈનીઝ પિચકારીની અછત હોવાથી અન્ય પિચકારીઓના ભાવમાં વધારો થયો છે. જેના ૧૦૦-૨૦૦ રૂપિયાવાળી પિચકારી ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધી વેચાઈ રહી છે. સાથે જ ફુગ્ગા અને કલરના ભાવ પણ વધ્યા છે. હાલમાં માર્કેટમાં ૨૦થી ૮૦ રૂપિયા કિલો હોળીના કલર વેચાઈ રહ્યાં છે.