ચાઈલ્ડ ટ્રાફિકિંગ અંગે જાગૃતિ ફેલાવવા માટેની વડોદરામાં ‘સિટી રોડ રનર્સ’નું આયોજન
સિએટ દ્વારા વડોદરામાં તેની ‘સિટી રોડ રનર્સ’ની ત્રીજી આવૃતિની ઘોષણા
- ‘સિટી રોડ રનર્સ’નું આયોજન 22 સપ્ટેમ્બર, 2019નાં રોજ કરાયું છે
- 2 સપ્ટેમ્બર, 2019નાં રોજ રજિસ્ટ્રેશન બંધ થશે
- આ દોડમાં 10 કિમીની ટાઈમ્ડ દોડ અને 5 કિમીની ફન રન સામેલ છે
- વિજેતાઓને રોકડ ઈનામો અને ટ્રોફી એનાયત થશે
ભારતની અગ્રણી ટાયર મેન્યુફેક્ચરર કંપની સિએટ લિમિટેડે વડોદરામાં ‘સિટી રોડ રનર્સ’ની ત્રીજી આવૃતિ માટે પોતાનો સહયોગ જાહેર કર્યો છે. આ દોડ વિશ્વભરમાં વધી રહેલી ચાઈલ્ડ ટ્રાફિકિંગની સમસ્યામાં આર્થિક સહાય આપવા અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. આ ઈવેન્ટનું આયોજન 22 સપ્ટેમ્બર, 2019ના રોજ કરાયું છે.
આ ઈવેન્ટનાં ઉદઘાટન સમયે સિએટ લિ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી અર્નબ બેનરજીએ કહ્યું હતું, ‘સિએટ ચાઈલ્ડ ટ્રાફિકિંગ અંગે જાગૃતિ ફેલાવવા માટેનાં આ કદમ માટે ‘સિટી રોડ રનર્સ’ સાથે જોડાતા ગૌરવ અનુભવે છે અને એવી આશા રાખે છે કે ભારતનાં બાળકોનું ભાવિ સુરક્ષિત બને. એવા સમયમાં કે જ્યારે ભારતીય માતાપિતા તેમના બાળકો રોજિંદા સ્તરે ચાઈલ્ડ ટ્રાફિકિંગ જેવી સમસ્યાના લીધે ગુમાવે છે, ત્યારે આવી દોડમાં સામેલ થવું એ દર્શાવે છે કે સમાજ સુરક્ષિત ભારતનું સર્જન ભાવિ પેઢી માટે કરવા માટે લડવા ઈચ્છે છે.’
આ દોડમાં 10 કિમીની ટાઈમ્ડ દોડ અને 5 કિમીની ફન રન કેટેગરીઝ સામેલ છે. તેમાં પુરૂષો માટે વય અનુસાર કેટેગરીઝ છેઃ 15થી 29, 30+થી 39, 40+થી 49 અને 50+થી વધુ તેમજ મહિલાઓ માટેની કેટેગરીમાઃ 15થી 29, 30+થી 39, 40+ વર્ષથી વધુ એમ કેટેગરીઝ છે. દરેક કેટેગરીમાં ત્રણ ટ્રોફી અપાશે – વિજેતા, ફર્સ્ટ રનર અપ અને સેકન્ડ રનર અપ. તમામ વિજેતાઓને ટ્રોફી ઉપરાંત રોકડ ઈનામો પણ અપાશે. પાર્ટિસિપન્ટ્સે હોલ્ડિંગ એરિયાઃ બેન્જામિન વર્લ્ડ સ્કૂલ, ગાયત્રી પાર્ટી પ્લોટ પાસે, ગોત્રી, વડોદરા ખાતે ઈવેન્ટના દિવસે સવારે 5.15 વાગ્યે હાજર થવાનું રહેશે.
‘સિટી રોડ રનર્સ’ સંપૂર્ણપણે આ મુદ્દાને સમર્પિત છે અને તે જેમને જરૂર છે એવા બાળકો તરફ મદદનો હાથ લંબાવે છે. આ એક નાનું કદમ જાગૃતિ ફેલાવવા માટે છે અને ‘સ્ટોપ ચાઈલ્ડ ટ્રાફિકિંગ’ને આર્થિક સહાય આપવા માટેનું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં 2016માં 23000થી વધુ પીડિતોને બચાવવામાં આવ્યા હતા, જેમાં 61 ટકા અથવા તો 14183 બાળકો હતા. આ રિપોર્ટમાં એમ પણ દર્શાવાયું હતું કે ગુજરાત ભારતનું સૌથી વધુ ચાઈલ્ડ ટ્રાફિકિંગની ઘટનાઓ ધરાવતું ચોથું રાજ્ય છે. ‘સિટી રોડ રનર્સ’નો સિએટ સાથેનો સહયોગ આ ગંભીર સમસ્યાને દૂર કરવાના હેતુથી જેમને જરૂર છે એવા બાળકોને મદદરૂપ થવા માટે છે અને સમાજને સુરક્ષિત બનાવવા માટેનો છે.