ચાકુના ઘા ઝીલી શકે અને આગનો સામનો કરી શકે એવું કાપડ

આ કાપડમાંથી સુરક્ષા કર્મીઓ માટે પરંપરાગત બોડી આર્મર કરતા સસ્તા અને હળવા વજનનું બોડી આર્મર તૈયાર કરી શકાય એમ છે
(એજન્સી) વડોદરા, એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફકલ્ટીના ટેક્ષ્ટાઈલ્સ એન્જીનિયરીંગ વિભાગના સંશોધકો એ ચાકુના ઘા ઝીલી શકે અને આગનો પણ સામનો કરી શકે એવા કાપડ વિકસાવવામાં સફળતા મેળવી છે. આ કાપડનો ઉપયોગ કરીને સુરક્ષા કર્મીઓ માટે સસ્તા બોડી આર્મર પણ તૈયાર કરી શકાય તેમ છે.
ટેક્ષ્ટાઈલ એન્જીનિયરીંગ વિભાગના અધ્યાપક ડો.હિરેણી મેકોડી અને તેમની ટીમના સભ્યોએ કૌશિક વેલારી, એપણા નેરૂલકેરે આ કાપડ ગ્લાસ ફબ્રિક અને કેવલારમાંથી બનાવ્યુ છે.
ડો.મેકોડી કહે છે કે ગ્લાસ ફેબ્રિક સિલિકોમાંથી અલગ અલગ પ્રકારના પ્રોસેસ કર્યા બાદ બનતુ હોય છે. જ્યારે કેવલોરનો ઉપયોગ સંરક્ષણ ઉદ્યોગોમાં બહુ જાણીતો છે. સુરક્ષા કર્મીઓના બુલેટ પૃફ જેકેટ તેમાંથી જ બનતા હોય છે. જાે કે બજારમાં જે પરંપરાગત બુલેટ પૃફ જેકેટ બને છે તે પ્રમાણમાં મોંઘા હોય છે.
જેની કિંમત લગભગ ૮૦૦૦ રૂપિયાથી ૯૦૦૦ રૂપિયા જવા થાય છે. જ્યારે અમે ગ્લાસ ફબ્રિક અને કેવલારના મિશ્રણમાંથી જે કાપડ બનાવ્યુ છે તેમાંથી બોડી આર્મર બનાવવમાં આવે તો તે પચાસ ટકા ઓછી કિંમતે બની શકે છે. તેમનુ કહેવુ છે કે જે કાપડ અમે ડેવલપ કર્યુ છે તે ચાકુના ઘા પણ સહન કરી શકે છે.
વિભાગમાં જ વિકસાવયેલા એક મશીન પર અમે તેનુૃં પરિક્ષણ પણ કર્યુ છે. સાથે સાથેે આ કાપડ આગ પ્રતિરોધક પણ છે. આમ એસિડ બોમ્બ અને પેટ્રોલ બોંમ્બના હુમલા સામે પણ એ રક્ષણ આપે છે. સિક્યુરીટી ગાર્ડ, પોલીસ કર્મીઓ કે બીજા સુરક્ષા કર્મીઓ માટે તે ઉપયોગી પુરવાર થાય તેમ છે.