Western Times News

Gujarati News

ચાટ પાપડીની ટિપણ પર સંસદમાં ભારે હોબાળો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો ચાલુ છે. ચોમાસુ સત્રની શરુઆત થઈ ત્યારથી જ સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. મંગળવારના રોજ પહેલા સંસદની બહાર રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓની ચા-નાસ્તાની સાથે ચર્ચા થઈ અને પછી સંસદની અંદર પાપડી ચાટને કારણે હોબાળો જાેવા મળ્યો. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયનના ચાટ-પાપડી વાળા ટિ્‌વટને કારણે સંસદમાં હોબાળો જાેવા મળ્યો. કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ ટીએમસી સાંસદના નિવેદનને સંસદનું અપમાન જણાવ્યું. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જાેશીએ પણ આ મુદ્દા પર ટીએમસી સાંસદની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ડેરેક ઓ બ્રાયનની ટિ્‌વટ પર વડાપ્રધાન મોદી પણ દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે આ ટિ્‌વટ એ લોકોનું અપમાન છે જેમણે સાંસદોને ચૂંટ્યા છે.વડાપ્રધાને જણાવ્યું કે કાગળ ફાડવા, ફેંકવા અને માફી ના માંગવી એ અહંકારની નિશાની છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચોમાસુ સત્રમાં હોબાળા દરમિયાન બિલ પસાર થઈ જવાને કારણે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, સરકાર સંસદમાં અત્યંત ઝડપથી બિલ પસાર કરી રહી છે. સરેરાશ સાત મિનિટમાં એક બિલ પસાર કરવામાં આવ્યું. શું આપણે અહીં પાપડી ચાટ બનાવી રહ્યા છીએ? વિપક્ષની વાત કરીએ તો આજે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ પેગાસસ જાસૂસી બાબતે સરકારને ઘેરવા માટેની રણનીતિની ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીના આમંત્રણ પર અનેક પ્રમુખ વિપક્ષ પાર્ટીઓના નેતા કન્સ્ટિટ્યુશન ક્લબમાં પહોંચ્યા હતા. તેમણે ત્યાં સાથે મળીને નાસ્તો કર્યો હતો.

બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ સહિતના સાંસદો, ટીએમસીના કલ્યાણ બેનર્જી, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, શિવસેનાના સંજય રાઉત, રાજદના મનોજ ઝા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલ સહિત ૧૫ પાર્ટીઓના નેતા હાજર રહ્યા હતા. બસપા અને આમ આદમી પાર્ટીના નેતા આ બેઠકમાં હાજર નહોતા રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.