ચાણસ્મા ખાતે પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત લોકજાગૃતિ રેલી યોજાઇ

પાટણ:પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં ચાણસ્મા વિસ્તરણ રેન્જ (વન વિભાગ ) અને જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષી બચાવવાનો સંદેશ આપવા યોજાયેલી રેલીમાં વિદ્યાર્થીઓ અને નગરજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીના જીવદયાના સંદશ ને જન-જન સુધી પહોચાડવા અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા જીલ્લા તંત્ર દ્વારા આજથી કરૂણા અભિયાન ૨oરo નો આરંભ કરવામાં આવ્યો છે. તારીખ ૧o જાન્યુંઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી ચાલનારા કરૂણા અભિયાન પ્રથમ દિવસે ઉતરાયણ પૂર્વ દરમ્યાન પતંગના પાકા દોરા અને ચાઈનીઝ દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે લોકોમાં જાગૃતિ કેળવવા રેલી નું આયોજન કરવામાંઆવ્યું હતું.

વિસ્તરણ રેજ (વનવિભાગ ) દ્વારા રેલી માં આર.એફ.ઓ .ડી.એચ.દેસાઇ, .વનપાલ બી. એ. સિધવ , વનરક્ષક શ્રી મિનાક્ષી બેન પટેલ, સુરેખાબેન ચૌધરી ભારતીબેન ઠાકોર મનુભાઈ સુથાર ,યોગેશ પંચાલ ,રણજીત ઠાકોર તમામ વનવિભાગના કર્મચારીઓ સ્કુલના શિક્ષકો ,વિદ્યાથીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ભાગ લઇ ચાઇનીઝ દોરી અને તુક્કલ ન વાપરવા ,ધાયલ પક્ષીઓને સમસર સારવાર મળે તે માટે સહયોગ આપવા અપીલ કરી હતી.