ચાણસ્મા ડેપો કેન્ડક્ટરે બસમાંથી મળેલ પર્સ માલિકને પરત કરી ઈમાનદારી દાખવી
ચાણસ્મા વાપી ના રૂટ માં કન્ડક્ટર શ્રી અશોકભાઈ બી વ્યાસ બેજ નંબર -46449
જેઓને બસ માં થી કોઈ મુસાફર પોતાનું પર્સ ભૂલી જતા તેઓની નજર માં આવતા તેમાંથી સોનાનો દોરો અને રોકડ રકમ 6000 હજાર મળેલ હોવાથી તેઓએ પર્સ ના મલિક ની તપાસ કરતા સુરતના વાસી અર્જુનભાઈ સોની હોવાનું જાણવા મળ્યું જેઓને સુરત ના ટી. સી સમક્ષ બોલાવી અર્જુનભાઈ સોની ને પરત કરેલ છે એમનો બસમાં સોફા નંબર 11-હતો ઓનલાઇન ટિકટ માં મોબાઈલ નંબર લખેલો હતો જેને લઈ અશોકભાઈ સામેથી પાર્ટી ને ફોન કરી અને તેઓને પૂછ પરછ દરમિયાન તેમણે ઓળખ માં જણાવ્યું હતુ સોનાનો દોરો અને 6000-હજાર સફેદ પાકીટ ની ઓળખાણ આપેલ ત્યારબાદ તેમને પર્સ ડેપો ના કર્મચારી એ પરત કરી પોતાની ઈમાનદારી દાખવી હતી.