ચાણસ્મા વિસ્તરણ રેન્જ (વનવિભાગ) દ્વારા ઉતરાયણ દરમ્યાન ચાઇનીઝ દોરી અને તુક્કલ ના સ્ટોલ પર સઘન ચેકીગ હાથ ધરાતાં વહેપારીઓ માં ફફડાટ
પાટણના ચાણસ્મા ખાતે ઉતરાયણ નો પર્વ નિમિત્તે તાલુકાના આજુબાજુના ગામડા ઓ ના લોકો દોરી પાવા અને પતંગ અને ફીરકી ની ખરીદી કરવા ધોડા પુર ની જેમ ઉમટી પડયા હતા ચાણસ્મા સરદાર ચોક ખાતે દોરી અને પતંગ નું એક મોટું બજાર ભરાય છે આમ ચાણસ્મા ની દોરી પાવાની એક ખૂબ ખાસીયત હોઇ લોકો દુર દુરથી અહીયાં આવે છે
વન વિભાગ ટીમ દ્વારા તમામ દુકાનના સ્ટોરો નું સધન ચેકીગ આર એફ ઓ શ્રી ડી એચ દેસાઈ. વનપાલ શ્રી બી.એ સિધવ .વન રક્ષક શ્રી મિનાક્ષી બેન પટેલ . સુરેખાબેન ચૌધરી .ભારતીબેન ઠાકોર તથા મનુભાઈ સુથાર .યોગેશ પંચાલ .રણજીત ઠાકોર તમામ વનવિભાગ ની ટીમ દ્વારા ચેકીગ હાથ ધરવામાં આવતાં કોઇ પણ જાતની ચાઇનીઝ દોરી કે તુક્કલ કોઇ સ્ટોરમાંથી મળેલ ન હતી આમ વનવિભાગ ની મુલાકાત થી તમામ સ્ટોલો માં ફફડાટ નો માહોલ ઉભો થયો હતો.