ચાની કીટલીઓ-સ્ટોલ બંધ કરાવાતા ભારે રોષ
અનલોકમાં ‘લોકડાઉનથી આશ્ચર્ય : ચાની કીટલી-પાનના ગલ્લાઃચા પીધી, મસાલો ખાધો ચાલતા થાવ’ ની નીતિ અપનાવવાની જરૂરીયાતઃ એલઆરડી, પોલીસ અને કોર્પોરેેશનની ટીમો ગોઠવવા પ્રજામાં માંગ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અનલોકમાં હવે જ્યારે કામધંધા ધમધમતા થવા લાગ્યા છે ત્યારે કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યુ છે. નોબત એવી આવી ગઈ છે કે કોરોના સંક્રમણને કારણે તંત્રએ હવે ચાની કિટલીઓ બંધ કરાવવી પડી રહી છે. ચાની કિટલીઓ ઉપર મોટી સંખ્યામા લોકો ચા પીવા આવે છે જેને કારણે સોશ્યલ ડીસ્ટન્સ નહીં જળવાતા કોરોનાના કેસ વધતા હવે ચાની કિટલીઓ પર તંત્રએ તવાઈ બોલાવી દીધી છે. ચા ની કીટલીઓ પર મોટેભાગે સેલ્સમેનો, જમીન-મકાન સહિતના કામકાજ સાથે સંકળાયેલા દલાલો તથા મોટી કંપનીઓ બેંકોના ઉઘરાણીવાળા બેસતા હોય છે.
કારણ કે આ લોકોને પાર્ટીને મળવા બોલાવવાનુ થાય ત્યારે ‘ચાની કિટલીએ જ બોલાવતા હોય છે. મોટાભાગની ચાની કિટલીઓ આમનાથી જ ચાલતી હોય છે. ઓફિસનો સ્ટાફ તો બપોરના લંચ સમયે જ આવતો હોય છે. મતલબ એ કે ચાની કિટલીઓ પર સુપરસ્પ્રેડરની ભૂમિકા ભજવનારા સતત ત્યાં બેસનારા હોયછે. ચાની કિટલીઓ-પાનના ગલ્લા તથા શાકમાર્કેટમાં જાે પોલીસના જવાનો ગોઠવી દેવામાં આવે તો કોરોનાન સંક્રમણ અટકી શકે છે.
ચાર રસ્તા પર બઠેેલા પોલીસ એલઆરડી ના જવાનો મોટેભાગે મોબાઈલમાં જ વ્યસ્ત જાેવા મળતા હોય છે. તેથી તેમને જાે ચાની કિટલી-પાનના ગલ્લાઓ પર બેસાડવામાં આવે તો સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. ચા પીધી- મસાલો ખાઈ લીધો, ચલો હવે ચાલતા થાવ. આવુ પોલીસ કહે તો જ લોકો માને તેમ છે. જાે ચાની કિટલીવાળો કે ગલ્લાવાળો કહે તો માથાભારે લોકો તેનેે માર મારતા અચકાય નહીં. કોર્પોરેશન-પોલીસ સંયુક્ત રીતે આ દિશામાં કામગીરી કરે તો જ ધંધાપાણી ચાલે અને કોરોના ફેલાય નહીં.
અનલોકમાં કામધંધા ખુલ્યા પછી હવે બંધ કરવાની વાતથી ધંધાર્થીઓ નારાજ થઈ રહ્યા છે. બે મહિના લોકડાઉનમાં રહ્યા પછી કામધંધાને થયેલા નુકશસાનીમાંથી ઉભર્યા નથી ત્યાં ફરીથી લોકડાઉન આવા ધંધાદારી લોકો ગુસ્સામાં છે. ગામડાઓમાં તો ફરીથી સ્વેૈચ્છીક લોકડાઉનની શરૂઆત થઈ ગઈ છ. શહેરોમાં ચાની કિટલીઓ પછી કોનો વારો આવશે તેની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે.