ચારથી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીની હુકુમતના સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ, ચાર માણસોથી વધુ માણસો ભેગા થવા પર, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે માણસ સરકારી નોકરી અથવા કામગીરીમાં રોકાયેલ હોય તેમજ ધાર્મિક કે મરણોત્તર ક્રિયા અથવા તો તે અંગેની અધિકૃત સત્તાધિકારીની મંજૂરી મેળવી હોય તેવા સભા સરઘસોને આ હુકમ લાગુ પડશે નહીં. તા.૨૮/૦૯/૨૦૧૯ થી ૧૨/૧૦/૨૦૧૯ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ જાહેરનામામાં જણાવ્યું છે.