ચારધામની યાત્રાએ જતાં ગુજરાતીઓને બેફામ લૂંટી રહ્યા છે, વેપારીઓ

પ્રતિકાત્મક
ગંગોત્રી મંદિરની બહાર પગરખા મુકવાના રૂા.૩૦, યમનોત્રીમાં પાણીની બોટલના રૂા.પ૦
(એજન્સી) અમદાવાદ, ચારધામની યાત્રાએ જતા ગુજરાતી ઉપરાંત દેશના અન્ય યાત્રીઓને કડવા અનુભવ થઈ રહ્યા છે. એક તરફ ઉત્તરાખંડ સરકાર નિઃશુલ્ક સેવા કરી રહી છે ત્યાં કેટલાંક લેભાગુ તત્ત્વો યાત્રીઓને રીતસરના લૂંટી રહ્યા છે.
ઉત્તરાખંડ સરકાર રજીસ્ટ્રેશન ફી, ઓક્સિજન ફ્રી, મેડીકલ માં દવાઓ સાથે ે સલામતીના પગલાં ભરી રહ્યુ છે. ત્યારે યમનોત્રીની ૬ કી.મી.ની લાંબી યાત્રા કરતા યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
યાત્રીઓ માટેે આ યાત્રા જાેખમી બની રહી છે. પોલખીવાળા એટલી ઝડપે પાલખી લઈને જાય છેે. અને સાંકડા પહાડી રસ્તાઓ પર ચાલતા જતાં યાત્રીઓને અડફેટે લઈ રહ્યા છે. જેના કારણે ઉંડી ખીણમં પડી જવાનું જાેખમ ઉભુ થયુ છે. દર વર્ષે હજારો નહીં પણ લાખ્ખો શ્રધ્ધાળુઓ ચારધામની યાત્રાએ જતાં હોય છે. જેમાં ગુજરાતના યાત્રીઓની સંખ્યા વધારે હોય છે.
ગંગોત્રી મંદિરમાં દર્શનાર્થે જતા યાત્રીઓને મંદિરની બહાર પગરખાં મુકવા હોય તો રૂપિયા ૩૦ આપવા પડે છેે!! અને કોઈ રિસીપ્ટ પણ આપવામાં આવતી નથી. જેને કારણે તકરાર થવાના બનાવો બની રહ્યા છે. મંદિરના મેનેજમેન્ટ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
જેના કારણે લેભાગુ તત્ત્વો યાત્રાળુઓને રીતસરના લૂંટી રહ્યા છે. રૂપિયા નથી તો યાત્રા કરવા કેમ આવો છો?? તેમ કહીને બધા ભેગા થઈને યાત્રીઓને ધમકાવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ યમનોત્રી મંદિરની છે.
અહીં પણ પાણીની બોટલના રૂપિયા પ૦ ચૃકવવા પડે છે. જેના કારણે યાત્રીઓને પીવાના પાણીના નાછૂટકે વધારે રૂપિયા ચુકવવા પડે છે. પાન મસાલા ગુટખાના એકના પ૦ રૂપિયા પડાવી લેવાય છે. આમ, રીતસરની ઉઘાડી લૂંટફાટ કેટલાંક તત્ત્વો દ્વારા ચલાવવામાં આવી રહી છે. અને કોઈનો કંટ્રોલ રહ્યો નથી.
યાત્રીઓનું કહેવુ છે કે અહીં સરકાર બધી સગવડો ફ્રી આપી રહી છે ત્યારે આવા તત્ત્વો યાત્રીઓને હેરાન પરેશાન કરીને અપમાનિત કરી રહ્યા છે. ઝઘડા અને મારામારીના બનાવો પણ બની રહ્યા છે.