ચારધામની યાત્રામાં કેદારનાથમાં 16 દિવસમાં 60 ઘોડા અને ખચ્ચરોના મોત
દહેરાદૂન, આ વર્ષે ચારધામ યાત્રા વધુને વધુ કઠોર બની રહી છે. વરસાદ અને બરફ વર્ષાના કારણે ગઈકાલે મંગળવારે પણ ચારધામ યાત્રામાં રૂકાવટ આવી હતી. બરફ વર્ષાથી વારંવાર રોકવામાં ચારધામ યાત્રા રોકવામાં આવી રહી છે. ગઈકાલે કેદારનાથ ધામમાં બરફવર્ષા થઈ હતી. કેદારનાથમાં કડકડતી ઠંડી પડી રહી છે.
ચારધામની યાત્રામાં માણસો તો ઠીક પણ માણસોને પોતાની પીઠ પર લઈ જતા ઘોડાઓ અને ખચ્ચરોના પણ મોત થયા છે. 16 દિવસમાં 60 ઘોડા અને ખચ્ચરોના મોત થયા છે. વૃદ્ધો, મહિલાઓ અને દિવ્યાંગોની કેદારનાથ યાત્રામાં 18 કિલોમીટરની દૂરી નકકી કરવા ઘોડા-ખચ્ચર મહત્વની ભૂમિકા ભજવે છે
પણ તેમને ભરપેટ ખોરાક અને ગરમી પાણી ન મળવાથી 16 દિવસમાં 55 ઘોડા-ખચ્ચરના પેટમાં ભારે દર્દ થવાથી મોત થયા છે. 4 ઘોડા-ખચ્ચરોના પડી જવાથી અને એકનું પથ્થરની ઝપટમાં આવી ઘાયલ થવાથી મોત થયું હતું. ગૌરીકુંડથી કેદારનાથની દૂરી 18 કિલોમીટરની છે. ગૌરી કુંડથી સવારી બેસાડીને ઘોડો સીધો બેઝ કેમ્પ કેદારનાથમાં રોકાય છે. દરમિયાન તેને ના તો ખાવાનું મળે છે, ના તો આરામ મળે છે
.