Western Times News

Gujarati News

ચારધામ યાત્રામાં હોટેલ, રેસ્ટોરન્ટમાં બિલમાં સર્વિસ ચાર્જ નહીં લેવાય

બદ્રીનાથ, ંચારધામમાંથી એક બાબા કેદારનાથ ધામના કપાટ આજે (૬ મે) શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સવારે વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચારની સાથે કપાટ ખોલવામાં આવ્યા. અગાઉ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે ૩ મેના રોજ ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા.

હવે, ૮ના રોજ સવારે બદ્રીનાથ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. આ સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે દેશના ખૂણે-ખૂણેથી ચારધામની યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતાં હોય છે અને આ વર્ષે પણ ધસારો રહે તેવી શક્યતા છે.

ઉત્તરાખંડ સરકારે પણ ચારધામ યાત્રા માટે પૂરતી તૈયારી કરી લીધી છે. શ્રદ્ધાળુઓની સુવિધાઓનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી પ્રેમચંદ અગ્રવાલે ચારધામની યાત્રા કરવા આવતા શ્રદ્ધાળુઓએ પહેલા રાજ્યના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાનું કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, સરકારની પાસે તમામ શ્રદ્ધાળુઓનો રેકોર્ડ હોવો જરૂરી છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે તેની પણ તેમણે ખાતરી આપી હતી.

યાત્રાળુઓ માટે રાજ્ય સરકારે સુવિધાનું વિશેષ ધ્યાન રાખ્યું છે. જેમાં મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ સામેલ છે. યાત્રાના માર્ગ પર ત્રણ તબક્કામાં સફાઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને રાતના સમયે કચરો ઉઠાવવાનું કામ થઈ રહ્યું છે, જેથી બીજા દિવસે યાત્રાળુઓને સ્વચ્છ રસ્તા જાેવા મળે. આ સિવાય જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

યાત્રાળુઓની સુવિધા માટે પહેલીવાર રાજ્ય સરકારે હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેમાં બિલમાં સર્વિસ ચાર્જ ન લેવા માટે કહ્યું છે. ચારધામ યાત્રાના ઔપચારિક શુભારંભ બાદ દર શનિવારે સ્કૂલ બંધ રાખવામાં આવશે. જેથી, બાળકો અને વાલીઓને ટ્રાફિકમાં ફસાવું ન પડે.

ઉત્તરાખંડના પરિવહન મંત્રી ચંદન રામદાસજીએ રાજ્યની જનતાને આગ્રહ કર્યો હતો કે, યાત્રાળુઓને બની શકે એટલી મદદ કરે, જેનાથી તેમને કોઈ પરેશાની ન થાય અને જ્યારે ઘરે ત્યારે રાજ્યમાં યાત્રા પ્રત્યે સકારાત્મક વિચાર લઈને પરત ફરે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, યાત્રાળુઓને સારી મેડિકલ સુવિધા મળે તે માટે સરકાર તૈયાર છે.

ભાડામાં જે વધારો કરવામાં આવ્યો છે, તે બાબતે સરકાર સંવેદનશીલ છે અને વચ્ચેનો માર્ગ કાઢવામાં આવશે. ટ્રિપ કાર્ડમાં કેટલીક તકલીફ પડી રહી છે, પરંતુ તે માટે અધિકારીઓને વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ સેવા પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રોડવેઝની આવક વધારવા માટે સરકાર કામ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.