ચારા કૌભાંડ કેસમાં લાલુને જામીન, જો કે હજુ જેલમાં રહેશે
રાંચી, ચારા કૌભાંડથી જાેડાયેલ ચાઇબાસા કેસમાં જેલની સજા કાપી રહેલ લાલુ પ્રસાદ યાદવને જામીન મળ્યા છે. ચાઇબાસા કોષાગારથી ગેરકાયદેસર નિકાસીના મામલમાં ઝારખંડ હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને જામીન મળ્યા છે જાે કે હજુ તેમની મુક્તિ થઇ શકશે નહીં. જયાં સુધી ચારા કૌભાંડથી જાેડાયેલ ઠુમકા કોષાગાર મામલાની સુનાવણી પુરી ન થાય. ત્યાં સુધી લાલુ પ્રસાદ યાદવ જેલથી બહાર આવી શકશે નહીં. રાજદ પ્રમુખ લાલુ પ્રસાદની જામીન અરજી પર શુક્રવારે ઝારખંડ હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી.
હકીકતમાં ચારા કૌભાંડથી સંબંધિત ચાઇબાસા કોષાગારથી ગેરકાયદેસર નિકાસીના મામલામાં લાલુ પ્રસાદ લાલુ પ્રસાદને રાંચીની સીબીઆઇ કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છે.લાલુએ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે આ મામલામાં તેમણે અડધી સજા કાપી લીધી છે આ આધાર પર તેમને જામીન જાેઇએ.
કોર્ટના આદેશ આપ્યો છે કે લાલુ પ્રસાદ યાદવને ૫૦ હજારના બે ખાનગી મુચલકા ભરવાના છે અને બે લાખનો દંડ પણ આપવાનો છે કોર્ટે લાલુ યાદવની બીમારીનો રિપોર્ટ માંગ્યો છે અને આ વચ્ચે કેટલા લોકો તેમને મળ્યા છે તેનો રિપોર્ટ પણ માંગ્યો છે. રિપોર્ટ પર છ નવેમ્બરે સુનાવણી થશે.
આ પહેલા ૧૧ સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સીબીઆઇ તરફથી લાલુની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો સીબીઆઇએ જવાબ દાખલ કરતા કહ્યું હતું કે લાલુને ચાર મામલામાં સજા સંભળાવાઇ છે.HS