ચારુસેટ હોસ્પિટલમાં ડાયાબિટીસથી પીડાતી મહિલાની બે તબક્કામાં સર્જરી કરી જીવ બચાવાયો
ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત મલહટી સ્પેશ્યલિટી ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં ડાયાબિટીસથી પીડાતી મહિલા દર્દીની બીલોની એમપ્યુટેશન સર્જરી કરવામાં આવી હતી અને ઘૂંટણથી નીચેનો પગ કાપી જીવ બચાવવામાં આવ્યો હતો. ;[સસેટ હોસ્પિટલમાં જનરલ સર્જન ,] ઉત્પલ દેસાઇએ બે તબક્કામાં સફળ સર્જરી કરી માટે આશિર્વાદ બન્યા દતા. દર્દીને બચાવવામાં ફિઝિશિયન ડો. અર્પણ શાહ, એનેસ્થેટિસ્ટ ડૉ. પાર્થવ પટેલ, ડૉ. જીગર પટેલ, ડૉ. નિધિ શાહ, ડૉ. નિરાલી અખાની, ઓપરેશન થિયેટરનો સ્ટાફ, આઈસીયુ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
જનરલ સર્જન ડો. ઉત્પલ દેસાઇએ જણાવ્યુ હતું કે ઠુતુ વર્ષના એક મહિલાના જમણા પગમાં ડાયાબિટીસના કારણે સડો થયો હતો કિડની-ફેફસા- હદય પર અસર યુરીન આઠ કલાક બંધ હતું. એનેસ્થેસિયા અપાય તેમ ન હતો. સેપ્ટિસેમિયા હોવાથી ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. શરૂઆતમા ઇમરજન્સીમાં જમણા પગની પાંચમી આંગળી કાપી નસ્તર મૂકી પરુ કાઢ્યું હતું.
આ પછી ડો. અર્પણ શાહ, એનેસ્થેટિસ્ટ અને આઈ સી યુ સ્ટાફે જહેમત કરી હતી. બે દિવસ પછી દર્દીની તબિયત સ્થિર થઈ હતી. ત્યાર બાદ મહિલાનો જમણો પગ ઘુંટણ નીચેથી કાપ્યો હતો. ચાર દિવસ પછી મહિલા દર્દી સાજા થઈ ઘરે ગયા હતા. આમ આ મહિલા દર્દીની બે સર્જરી કરવામાં આવી હતી. પહેલા જમણા પગની પાંચમી આંગળી કાપી હતી અને પછી જમણો પગ ધ્રૂંટણ નીચેથી કાપ્યો હતો. ડો. ઉત્પલ દેસાઇએ બે વાર સર્જરી કરી ક્રીટીકલ દર્દીનો જીવ બચાવ્યો હતો. ટીમવર્કથી ક્રીટીકલ દર્દીનો જાન બચાવવામાં આવ્યો હતો.