ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલને ગુજરાત ઈનોવેશન સોસાયટી તરફથી “ગુજરાત રત્ન” એવોર્ડ પ્રદાન
(તસ્વીરઃ-સાજીદ સૈયદ, નડિયાદ)
(પ્રતિનિધિ) ચાંગા, તાજેતરમાં ર૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાયેલ સમારંભમાં ઈનોવેશન સોસાયટી તરફથી ચાંગા Âસ્થત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચારૂસેટ પ્રમુખ સુરેન્દ્ર પટેલને “ગુજરાત રત્ન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. ગુજરાત રાજયમાં વિવિધ ક્ષેત્રે- રાજકીય/ સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે સમાજમાં આપેલ મહામુલા યોગદાન બદલ વિઝનરી અર્બન પલાનર સુરેન્દ્ર પટેલને (લાઈફ ફોર ઈનોવેશન એવોર્ડ) આ એવોર્ડ એનાયત થયો છે. “કાકા”ના હુલામણા નામથી જાણીતા સુરેન્દ્ર પટેલ ઔડાના ભૂતપૂર્વ ચેરમેન અને રાજ્યસભાના ભુતપૂર્વ સાંસદ છે.
ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે સુરેન્દ્ર પટેલને એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે ગુજરાત ઈનોવેશન સોસાયટીના પદાધિકારીઓ અને ચારૂસેટના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સામાજિક/ રાજકીય/શૈક્ષણિક ક્ષેત્રે દાયકામાંથી કરેલા માતબર પ્રદાન બદલ આ એવોર્ડ એનાયત થાય છે. સાત વર્ષ અગાઉ સ્થપાયેલી ગુજરાત ઈનોવેશન સોસાયટી દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રે પ્રદાન કરનારા મહાનુભવોને એવોર્ડ વિવિધ કેટેગરીમાં પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ઈનોવેશન સોસાયટી ઈનોવેશન અને ઈનોવેશન પ્રવૃતિઓ માટે જાણીતી છે જેના સ્થાપક ટ્રસ્ટી સુનિલ શાહ, ભાવિન પરીખ, દેવાંગ મહેતા, જતિન ત્રિવેદી અને શૌનક શાહ છે.
સુરેન્દ્ર પટેલે પોતાના પ્રત્યુત્તરમાં એવોર્ડ મેળવવા બદલ આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે આ એવોર્ડ મારા પરિવાર શુભેચ્છકો સમર્થકોને આભારી છે. આ એવોર્ડ સ્વીકારવાથી સમાજ પ્રત્યેને ઋણ અદા કરવાની જવાબદારી વધી છે. ૧૯૯૯માં ચાંગામાં શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગામાં ઈજનેરી કોલેજ બની ત્યારે સુરેન્દ્ર પટેલ ડીરેકટર તરીકે જાડાયા. મુરબ્બી કે.બી. પટેલના અવસાન બાદ તેઓ કેળવણી મંડળના પ્રમુખ બન્યા. વિશ્વ સ્તરની યુનિવર્સીટી ગ્રામ્ય કક્ષાએ બને તે માટે તમામ સફળ પ્રયાસો કર્યા અને તેમના પ્રયાસોથી ર૦૦૯માં આ સંસ્થાને યુનિવર્સીટીનો દરજ્જા પ્રાપ્ત થયો અને હવે ચારૂસેટને વિશ્વ કક્ષાએ લઈ જવા માટે તેમની નેમ છે.
તેમણે અમદાવાદના સ્વનિર્ભર રીતે અને જનભાગીદારીથી વિકસાવતી ટાઉન પ્લાનિગ સ્કીમને જીવંત કરી પ્રહલાદનગર જેવી ૧૦૦ ટાઉન પ્લાનિગ સ્કીમ દ્વારા અમદાવાદનો નવો નકશો તૈયાર કર્યો. સમગ્ર શહેરને ફરતો ૭૬ કિ.મી. લંબાઈનો સરદાર પટેલ રીંગરોડ તૈયાર કરી અમદાવાદ શહેરને નવો આકાર આપ્યો. તેમણે ૧૦ તળાવોને વિકસાવ્યા. આ ઉપરાંત રાસ્કાવિયર પ્રોજેકટ તેમજ પાવર પ્રોપટી ટેક્સનું ફોર્મ્યુલેશન વગેરે નવતર કાર્યો કર્યા. તેમણે ભારતના સૌપ્રથમ નદીકિનારાના વિકાસની યોજના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની શરૂઆત કરાવી હતી. તેમને અગાઉ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બેસ્ટ મેનેજરનો એવોર્ડ એનાયત થયો હતો.*