ચારૂસેટમાં ગર્ભાશયનું સફળ ઓપરેશન કરી અઢી કિલોની ગાંઠ બહાર કાઢી

(પ્રતિનિધિ) ચાંગા, ચાંગા સ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં તાજેતરમાં સ્ત્રી રોગ વિભાગના નિષ્ણાત ડોકટરોએ એક મહિલા દર્દીના ગર્ભાશયનું સફળ ઓપરેશન (હિસ્ટ્રેક્ટોમી) કરી અઢી કિલોની ગાંઠ (ફાઈબ્રોઈડ) બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ આ ઓપરેશન કર્યું હતું.
નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ જણાવ્યું હતું કે પેટલાદમાં વસતા ૬૦ વર્ષના રમીલાબેન પટેલને પેટમાં સતત દુખાવો રહેતો હતો અને તેઓએ પેટલાદ ઉપરાંત અનેક ખાનગી દવાખાનાઓમાં બતાવ્યુ હતું પણ કોઈ ફરક પડ્યો નહોતો. આથી ચારુસેટ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.
જરૂરી પ્રાથમિક તપાસ પછી તેઓનું ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાત ડોકટરો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના ગર્ભાશયનું સફળ ઓપરેશન કરી ગર્ભાશયમાંથી અઢી કિલોની (ફૂટબોલ આકારની) ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. આટલી મોટી ગાંઠવાળું કદાચ આ પ્રકારનું પહેલું ઓપરેશન અહી કરવામાં આવ્યું છે. આ દર્દીને મુખ્યમંત્રી અમૃતમ મા યોજનાનો લાભ આપી નિઃશુલ્ક સારવાર આપી હતી.
ડોકટરોએ જણાવ્યુ હતું કે ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં સફળ ઓપરેશન પછી આ મહિલા દર્દીની તબિયત સારી છે અને પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઓપરેશન સફળ બનાવવામાં એનેસ્થેટિસ્ટ, ઓપરેશન થિયેટરનો સ્ટાફ, નર્સ્િંાગ સ્ટાફ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.