Western Times News

Gujarati News

ચારૂસેટ હોસ્પિટલ ખાતે “લલિતાબેન પી. ડી. પટેલ ઓપીડી સર્વિસિસ”નું ઇ-લોકાર્પણ

ચાંગા, ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનાઉપક્રમે તા.૧૯મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ ચારૂસેટ હોસ્પિટલ, ચાંગા ખાતે લાભ પાંચમ-જ્ઞાન પંચમી ના દિવસે “લલિતાબેન પી. ડી. પટેલ ઓપીડી સર્વિસિસ”નું ઇ-લોકાર્પણ અને નામકરણ સમારંભ યોજાયો હતો.

NABH પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી ટીચિંગ ચારૂસેટ હોસ્પિટલમાંઆણંદ BAPS મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામીના વરદ હસ્તે પરંપરાગત રીતે લલિતાબેન પી. ડી. પટેલ ઓપીડી સર્વિસિસ”નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુંહતું.

સ્વાગત પ્રવચન અને દાતાશ્રી પી. ડી. પટેલ પરિવાર અને મહેમાનોનો પરિચય ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ આપ્યો હતો.  ડો. પંકજ જોશીએ જણાવ્યુ કે આદરણીય પી. ડી. પટેલ પરિવારે સરળતા-સાદગી-નિખાલસતાના કારણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ચારુસેટને દાન આપ્યા પછી પણ તેઓ સંસ્થા સાથે જોડાયેલા રહ્યા છે ડૉ. દેવાંગ જોશીએઆભારવિધિ કરી હતી. ઝ્રૈંઁજીના આસિસ્ટન્ટ પ્રોફેસરડો. ધારા પટેલે સમાંરભનું સુંદર સંચાલન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.