ચારેય આરોપીઓને એક સાથે ફાંસી આપવામાં આવે : હાઈકોર્ટ
નવી દિલ્હી: નિર્ભયા રેપ કેસમાં દોષીઓની ફાંસી ટાળવાના મુદ્દે હાઇકોર્ટે બુધવારે ચૂકાદાને સંભળાવ્યો. હાઇકોર્ટે કહ્યું કે ચારેય દોષીઓને એકસાથે જ ફાંસીની સજા આપી દીધી છે. અલગ-અલગ નહી. કોર્ટે કહ્યું કે ચારેય આરોપીઓને પોતાના તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક અઠવાડિયામાં કરી લેવો જોઇએ. એક અઠવાડિયા બાદ તેમને ડેથ વોરન્ટ પર અમલમાં મુકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કેન્દ્ર અને તિહાડ જેલ તંત્રએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પટિયાલા હાઉસ કોર્ટના તે ચૂકાદાને પડકાર્યો હતો, જેમાં નિર્ભયાના ચારેય દોષીઓને ફાંસી પર રોક લાગી ગઇ હતી. આ અરજી પર શનિવારે અને રવિવારે વિશેષ સુનાવણી થઇ હતી. ત્યારબાદ કોર્ટે પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો.
આ પહેલાં મંગળવારે નિર્ભયાના માતા-પિતાએ દિલ્હી હાઇકોર્ટ પાસે કેન્દ્રની અરજીના જલદી નિવેડા માટે અપીલ કરી હતી, જેથી દોષીઓને જલદી ફાંસી આપી શકાય. કોર્ટે આ મામલે સુનાવણી કરતાં નિર્ભયાના વાલીઓને આશ્વાસન અપાવ્યું હતું કે જલદી આદેશ પારિત કરવામાં આવે.
હાઇકોર્ટમાં રવિવારે થયેલી વિશેષ સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું હતું કે દુષ્કર્મી જાણીજોઇને અને સમજી વિચારીને દયા અરજી અને ક્યૂરેટિવ પિટીશન ન દાખલ કરી શકે અને આ કાનૂની આદેશને કુંઠિત કરવાનો ઇરાદો છે. તેમની ફાંસી મોડું ન કરવાની અપીલ કરી અને કહ્યું તેલંગાણામાં લોકે દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટની ઉજવણી કરી. દોષીઓ તરફથી વરિષ્ઠ વકીલ રેબેકા જોને દલીલ કરી હતી કે જો દોષીઓને મોત સજા એકસાથે આપવામાં આવે તો તેમને ફાંસી પણ એકસાથે આપવી જોઇએ.