ચાર્જશીટ માટે એસઆઈટીને ૬૦ દિવસનો સમય મળ્યો
મુંબઈ, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈની કોર્ટે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ની એસઆઈટીને ચાર્જશીટ ફાઈલ કરવા માટે ૬૦ દિવસનો સમય આપ્યો છે. મુંબઈના એક ક્રૂઝ પર પાર્ટી દરમિયાન મળેલા ડ્રગ્સના મામલે એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને મુખ્ય આરોપી ઠેરવ્યો હતો.
આ મામલે અગાઉ એ સમાચાર આવ્યા હતા કે, આર્યન ખાન સામે એજન્સીને કોઈ ખાસ સબૂત નહોતા મળ્યા. પરંતુ બાદમાં એનસીબીએ સ્પષ્ટ કરી દીધું કે, હજુ આ મામલે ક્લીન ચિટ આપવામાં નથી આવી.હાલ આર્યન આ કેસમાં જામીન પર બહાર છે.
આ કેસમાં એનસીબીએ કોર્ટ પાસે ૯૦ દિવસનો સમય માગ્યો હતો જેમા કોર્ટે માત્ર ૬૦ દિવસનો જ સમય આપ્યો છે. આર્યન ખાનની ૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલી એક શિપ પર ચાલી રહેલી પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તેના પર એનસીબીએ ડ્રગ્સ રાખવા, ખરીદવા અને વેચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કોર્ટે આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલાવી દીધો હતો. જ્યાં તેઓ ૨૬ દિવસ રહ્યા હતા. ત્યારબાદ મુંબઈ હાઈ કોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા.SSS