ચાર અંતરીક્ષ યાત્રીને સ્પેશ સ્ટેશન માટે રવાના કરાયા
વોશિંગ્ટન, એલન મસ્કની કંપની સ્પેસએક્સએ ગુરૂવારે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને ૪ અંતરીક્ષ યાત્રીઓનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)નું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ ક્રૂએ પૃથ્વીની કક્ષા પાર કરી તે સાથે જ ૬૦ વર્ષોના ઈતિહાસમાં ૬૦૦ લોકોનો અંતરીક્ષમાં પહોંચવાનો રેકોર્ડ બની ચુક્યો છે. મજેદાર વાત એ છે કે, સોવિયેત સંઘ (રૂસે) ૧૯૬૧માં અંતરીક્ષમાં પહેલી વ્યક્તિ મોકલી હતી ત્યારે ૬૦૦મી વ્યક્તિ એક જર્મન નાગરિક છે જેને અમેરિકા તરફથી મોકલવામાં આવ્યો છે.
સ્પેસએક્સ તાજેતરમાં જ ૪ અંતરીક્ષ યાત્રીઓને પોતાના અંતરીક્ષ યાન દ્વારા પૃથ્વી પર પાછા પણ લાવ્યું છે. જાણવા મળ્યા મુજબ આ ટીમમાં જે અંતરીક્ષયાત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં એક અનુભવી સ્પેસવોકર (અંતરીક્ષમાં યાનમાંથી બહાર નીકળીને અભ્યાસ કરી ચુકેલી વ્યક્તિ) અને ૨ યુવાનો સામેલ છે. નાસાએ તેમને પોતાના આગામી ચંદ્ર મિશન માટે પણ પસંદ કર્યા છે. આ સ્પેસએક્સનું કુલ ૫મું માનવ મિશન છે.
નાસાના અહેવાલ પ્રમાણે જર્મનીના મથાયસ માઉરર અંતરીક્ષમાં પહોંચનારા ૬૦૦મા વ્યક્તિ તરીકે પસંદગી પામ્યા છે. તેમના સાથે ગયેલા ત્રણેય ક્રૂ મેમ્બર ૨૪ કલાકની અંદર સ્પેસ સ્ટેશન પહોંચી જશે.
જાેકે, નાસા-સ્પેસએક્સનું આ મિશન આશરે એક સપ્તાહના વિલંબ સાથે લોન્ચ થયું છે કારણ કે, મેક્સિકોની ખાડી પાસે કેપ કૈનાવરલની લોન્ચિંગ સાઈટ પર કેટલાય દિવસોથી વાતાવરણ ખરાબ હતું.SSS