ચાર ધામ યાત્રામાં કેદારનાથ મંદિરના દ્વાર ૧૭ મે અને બદ્રીનાથના દ્વાર ૧૮ મે ના રોજ ખુલશે
(એજન્સી) નવીદિલ્હી, બાબા કેદારના ભક્તો માટે ખુશખબર છે. ઉચ્ચ ગવાલ હિમાલય ક્ષેત્રમાં બિરાજમાન વિશ્વપ્રસિધ્ધ બાબા કેદારનાથના દ્વાર આ વર્ષે ૧૭મી મેના રોજ સવારે પાંચ કલાકે ખુલશે. ચારધામ દેવસ્થાનમ પ્રબધન બોર્ડના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ગુરૂવારે મહાશિવરાત્રી પર્વ પર વિધિવિધાન દ્વારા રૂદ્રપ્રયાગના ઉખી મઠના ઓમકારેશ્વર મંદિરમાં કેદારનાથના દ્વાર ખોલવાનુ મુહુર્ત કાઢવામાં આવ્યુ હતુ.
તેમણે માહિતી આપી હતી કે બાબા કેદારનાથની ડોલી ૧૪મી મે ના રોજ ઉખી મઠથી રવાના થશે. પાછલા વર્ષે ૧૬ મી નવેમ્બરે બાબા કેદારનાથના દ્વાર બંધ થયા હતા. તેના પહેલાં વસંતપંચમીએ એક અન્ય ધામ બદ્રીનાથના દ્વાર ૧૮ મે ના રોજ સવારે ચાર કલાકે ખોલવાનું મુહુર્ત કાઢવામાં આવ્યુ હતુ.