ચાર ધારાસભ્યો અમદાવાદથી ચુંટણી જીતીને ગુજરાતના સીએમ બની ચુક્યા છે
અમદાવાદ, અમદાવાદમાંથી ચુંટણી જીતીને ગુજરાતના સીએમ બન્યા હોય તેવા અત્યાર સુધીના ચાર ધારાસભ્યો છે. આજે ગુજરાતના નવા સીએમ તરીકે વરણી થયેલા ભુપેન્દ્ર પટેલ અમદાવાદમાંથી ચૂંટણી લડયા છે.અગાઉ આનંદી બેન પટેલ , તે પહેલા નરેન્દ્ર મોદી અને તેની પહેલા બાબુભાઈ જશભાઈ પટેલ પણ અમદાવાદમાંથી ચૂંટણી જીતીને ગુજરાતના સીએમ પદે રહી ચુક્યા છે.
સૌપ્રથમ ૧૯૭૫માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (ઓ) પાર્ટીમાંથી અમદાવાદના સાબરમતીમાંથી ચૂંટણી લડનારા બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના સીએમ બન્યા હતા. તે પછી ઘણા વર્ષો બાદ ૨૦૦૨માં નરેન્દ્ર મોદી અમદાવાદના મણિનગર મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણીમાં ઉભા રહ્યા અને જીત્યા હતા.
ઘાટલોડિયા વિધાનસભાથી ચૂંટણી જીતેલા આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામા આવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર અમદાવાદમાંથી જ ચુંટણી જીતેલા ધારાસભ્ય સીએમ બન્યા છે.ભુપેન્દ્ર પટેલ પણ અમદાવાદના ઘાટલોડિજા વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટણી જીત્યા છે.HS