ચાર પતિ અને પાછો એક બોયફ્રેન્ડ, મહિલાની ધરપકડ

(એજન્સી) નાગપુર,
મહાભારતમાં દ્રોપદીના પાંચ પતિ હતાં એ વાત તો જાણીતી છે પરંતુ અહીં નાગપુરમાં એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેને જાણીને તમારા હાજા ગગડી જશે. એક મહિલાએ ચાર પુરુષો સાથે લગ્ન કર્યા હતા અને વળી પાછો એક બોયફ્રેન્ડ પણ રાખ્યો હતો.
જાે કે પોલીસે મહિલાની અનેક પુરુષો સાથે લગ્ન કરવા અને વસૂલીના આરોપસર જ્યારે ધરપકડ કરી તો અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા.
એક પોલીસ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપતા કહ્યું કે મહિલા અને તેના બોયફ્રેન્ડે આ સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો. મહિલા તેના ચારેય પતિઓ પાસેથી ઢગલો પૈસા વસૂલતી હતી.