Western Times News

Gujarati News

ચાર બેઠકો ભાજપ માટે બની માથાનો દુખાવો

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ ગમે તે સમયે બાકી ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. અત્યાર સુધી કોંગ્રેસે ૧૩૮ ઉમેદવારો જાહેર કર્યા છે.

હજુ કોંગ્રેસે ૪૧ ઉમેદવારોની જાહેરાત કરી નથી. બીજા તબક્કાની ચૂંટણીના હજુ કેટલાક નામો બાકી છે. બીજી બાજુ, ભાજપના માત્ર ૪ ઉમેદવારના નામની જાહેરાત બાકી છે.

આ ઉપરાંત ૩ બેઠકો પર કોંગ્રેસ-એનસીપીી વચ્ચે ગઠબંધન થયું છે. ગઇકાલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ૧૨ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાંથી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે.

રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા ૧૮૨માંથી ૧૭૮ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ખેડા, ખેરાલુ, માંજલપુર અને માણસા બેઠક પર કોને ટિકિટ આપવી, તે નક્કી થઈ શક્યું નથી.

આ અંગે ભારે મનોમંથન ચાલી રહ્યુ છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની છ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ૧૩૮ ઉમેદવારો જાહેર કરાયા છે. જ્યારે ૪૧ ઉમેદવારોની જાહેરાત બાકી છે. કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં ૩૩ ઉમેદવારો જાહેર કર્યા હતા.

જ્યારે પાંચમી યાદીમાં છ નામની યાદી જાહેર કરવામાં આવી હતી. બીજા તબક્કાની ચૂંટણીના હજુ કેટલાક નામો બાકી છે. આવામાં કોંગ્રેસ ગમે તે સમયે બાકી ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે ૧ અને ૫ ડિસેમ્બરનાં રોજ મતદાન થશે.

આ સાથે ૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે ૧૪ નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે ૧૫ નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે.

૧૭ નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે ૧૦ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ૧૭ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ૧૮ નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને ૨૧ તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી.

પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.