ચાર રસ્તા પર વાહનોને ડાબી તરફ વળવા જગ્યા આપવી પડશે
નિયમનો ભંગ કરનારને રૂ.પ૦૦ દંડ કરાશે
(પ્રતીનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારા હવે સાવચેત બની ગયા છે. જ્યારથી ટ્રાફિક નિયમોનમાં સુધારો કરી દંડની રકમ વધારે કરવામાં આવી છે ત્યારથી વાહનચાલકો સતર્ક બની ગયા છે. ટ્રાફિક દંડની રકમની આવક જરૂર વધી છે. પરંતુ ગુનો કરનારની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ચાર રસ્તા પર કોમ્પેલેક્ષોની બહાર જ વાહનો પાર્ક કરી દેવાતા હોય છે. જેને કારણે ડાબી બાજુ જવા માંગતા વાહન ચાલકોને તકલીફ પડે છે.
ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ભારે દંડ આપવો પડે છે. તેનાથી સભાન વાહનચાલકો ક્રોસ રોડઝ પર ડાબી સાઈડ પર સિગ્નલની રાહ જાતા વાહનો લઈને ઉભા રહે છે. અને જેને કારણે ડાબી બાજુ વાહનચાલકને વળવું હોય તો પણ વાહનને વાળી શકતા નથી. અને તે વાહનચાલક બીનજરૂરી સમય વેડફવો પડતો હોય છે.
એ વાહનચાલકોને સમજ નથી કે તેમની પાછળ ઘણા વાહનો કે જેમને ડાબી બાજુ વળવું છે, પરંતુ હવે નવા નિયમ મુજબ આ માટે પણ વાહનચાલકોને રૂ.પ૦૦નો દંડ કરવાની સતા પણ ટ્રાફિક પોલીસને છે. દુઃખની વાત એ છે કે ક્રોસ રોડ ઉપર ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ વાહનચાલકો તેમના વાહનો એવી રીતે ઉભા રાખતા હોય છે કે પોલીસની આ નિષ્ક્રીયતા છે. ટ્રાફિક પોલીસ નવા નિયમ મુજબ જા દંડ લેવાનું શરૂ કરશે તો વાહનચાલકો ડાબી બાજુ તરફ વાહન વાળવા રસ્તો આપશે. આ એક ક્રોસ રોડનો પ્રશ્ન નથી
પરંતુ એલિસબ્રિજ ક્રોસ રોડ હોય, શ્યામલ ક્રોસ રોડ, હેલ્મેટ ક્રોસ રોડ, પંચવટી ક્રોસ રોડ એઈસી ક્રોસ રોડ જેવા અનેક ક્રોસ રોડઝ છે જ્યાં નિયમ પાળવામાં આવતો નથી. જે વાહનચાલક પોતાના વાહનો એવી રીતે ઉભા રાખે છે તેમને માટે કડક ટ્રાફિક નિયમના પાલનની જરૂર છે. ડીસીપી ટ્રાફિક પોલીસ તેજસ પટેલ જણાવે છે કે જ્યાં સુધી વાહનચાલકો પાછળના વાહનને ડાબી બાજુ વળવા માટે વાહનચાલકો જગ્યા નહી આપે, ત્યાં સુધી આ સમસ્યા જ રહેવાની. પરંતુ મોટર વ્હીકલ એક્ટ ૧૭૭ મુજબ જા પ૦૦ રૂપિયા દંડ કરવામાં આવે તો જરૂર વાહનચાલકો ડાબી બાજુ તરફ વાહન વાળવા માટે જગ્યા રાખશે.
હાલમાં જ પરિમલ ચાર રસ્તા પાલડી પાસે નવી ડીઝાઈન પ્રમાણેના રોડ બનવાની કામગીરી ચાલી રહી છે. જેની ડિઝાઈન પ્રમાણે ફૂટપાથ મોટી કરી દેવામાં આવી છે. ફૂટપાથ મોટી થવાને કારણે પંચવટીથી મહાલક્ષ્મી તરફ જવા માટે બે ટ્રેક જેટલી જ જગ્યા રહે છે અને ડાબી બાજુ વળવા માટે મોટી બસ કે લકઝરીને ટર્ન મારવા માટે તકલીફ પડશે. આ ઉપરાંત ફૂટપાથો મોટી કરતાં જ વહેલી સવારે પરિમલ ગાર્ડનની સામે ખાણી પીણી અને જયુસ માટે ની લારીઓ ઉભી થઈ જાય છે.