ચાર રાજ્યોની સફળતાનો લાભ ઊઠાવવા વહેલી ચૂંટણીના સંકેત
અમદાવાદ, વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે શુક્રવારે સવારે જાજરમાન રોડ શો અને સાંજે રાજ્યની પંચાયતના ચૂંટાયેલા ઉમેદવારોની ભવ્ય રેલીને સંબોધી. એટલું જ નહીં મોદીના ચાણક્ય કહેવાતા અમિત શાહ પણ ગુજરાતમાં છે અને તેઓ પણ આજે જાહેર કાર્યક્રમાં ભાગ લઈ રહ્યા છે. આજે અમિત શાહે કોચરબ આશ્રમ ખાતેથી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.
બીજી તરફ પોતાની બે દિવસીય યાત્રાના બીજા દિવસે પીએમ મોદી ગાંધીનગરથી દેહગામ સુધી રોડ શો યોજીને રક્ષા શક્તિ યુનિવર્સિટી ગયા. જ્યાર બાદ આજે રાજભવનમાં બપોરનો સમય પસાર કર્યો અને સાંજે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું.
આ રીતે ભાજપના બંને મહારથીઓ રાજ્યમાં પાર્ટી, કાર્યકર્તા, સામાન્ય લોકો અને વહીવટી અડચણો સહિતની ચૂંટણીની તમામ તૈયારીઓમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ જાેઈને રાજકીય પંડિતોનું માનવું છે કે ચાર રાજ્યોમાં ભાજપને મળેલી જ્વલંત સફળતા પછી પક્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી -૨૦૨૨નું રણશિંગુ ફૂંકી દીધું છે.
આ બધા વચ્ચે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે વડાપ્રધાન મોદીએ કાલે રાજ્ય ભાજપના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો-મંત્રીઓ અને સંગઠનના દિગ્ગજાેનો ક્લાસ લઈને ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવા માટે પણ હાકલ પાડી દીધી છે.
આ જાેઈને ચોક્કસ પણે જાે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી જાય તો આશ્ચર્ય ન કહેવાય. બીજી તરફ વિપક્ષ મુખ્ય કરીને કોંગ્રેસ તેની આ ચાર રોજ્યમાં નાલેશીજનક હારના આંચકામાંથી ઉપર આવશે ત્યાં જ ભાજપ પોતની પેટર્ન મુજબ સરપ્રાઈઝ આપીને પોતાના વિરોધીઓને ઉંઘતા ઝડપી લેવાનો પ્લાન બનાવી રહ્યું હોઈ શકે છે.
બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સમગ્ર રાજ્યમાં ફરીને પેજ સમિતિઓનું કાર્ય પૂર્ણ તે માટે ખૂબ જ દબાણ કર્યું છે અને છેલ્લા થોડા સમયથી પ્રદેશ કક્ષાએથી દરેક સ્તરે કાર્યકરોનો ઉત્સાહ વધે તે માટે સતત કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
ત્યારે એક તરફ કોંગ્રેસમાં થોડા થોડા દિવસે ખેંચતાણ સામે આવી રહી છે અને સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા છતાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ગ્રાઉન્ડ શોધવા તેમજ મૂળિયા મજબૂત કરવામાં જાેઈએ તેટલી સફળ દેખાઈ રહી નહીં.
આ ઉપરાંત પીએમ મોદીએ જે પંચાયતોના ૧થી ૨ લાખ જેટલા સભ્યોને સંબોધિત કર્યા તે ગામડાઓના વિસ્તાર મળીને ગુજરાત વિધાનસભાની ૧૧૨ બેઠકો બને છે. આમ એક જ ઝાટકે પીએમ મોદીએ ૧૧૨ બેઠકો પર ભાજપ અને પોતાનો પ્રભાવ વધારવાનું કામ કરી દીધું છે.
જ્યારે આપ અને કોંગ્રેસ હજુ પણ વિધાનસભાના જાતિ-ધર્મના ગણિત સમજવાના પ્રયાસમાં કરી રહ્યા છે. આ સાથે પીએમ મોદીએ કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે એકલા પીએમ મોદીથી ચૂંટણી જીતી શકાય નહીં માટે લોકો સુધી પહોંચો. આમ આગામી થોડા દિવસોમાં જ ભાજપ રાજ્યના મોટાભાગના લોકોને સાંકળી લે તેવો કોઈ જનસંપર્ક કાર્યક્રમ શરું કરે તો નવાઈ નહીં. જેના દ્વારા લોકો સુધી સરકારના કામ અંગેની માહિતી પહોંચાડીને મતદારોને આકર્ષવામાં આવી શકે છે.
આમ ભાજપે સંગઠનાત્મક રીતે પોતાને મજબુત બનાવ્યું અને હવે ચાર રાજ્યોના પરિણામના કારણે તૈયાર થયેલા મનોવૈજ્ઞાનિક દબાણનો ઉપયોગ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજી પોતાના તરફી કરવા માગે છે. અહીં એ નોંધવું રહ્યું કે ગુજરાતમાં છેલ્લા ૨ દશકાથી પણ વધુ સમયથી ભાજપ જ સત્તા પર છે જાેકે તેમ છતાં ૨૦૧૭ના ચૂંટણી પરિણામોમાં ભાજપ માંડ માંડ બહુમતી સુધી પહોંચી શક્યું હતું.
તે સમયે ચૂંટણીમાં ૧૫૦ પ્લસની વાત કરતા ભાજપને માત્ર ૯૯ બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસે ૭૭ બેઠક સાથે ફરી એકવાર રાજ્યમાં નવો જન્મ લીધો હતો. તેવામાં હાલની પરિસ્થિતિની જાેતા જાે ભાજપ રાજ્ય સરકારનું રાજીનામું અપાવી વહેલી ચૂંટણી લાવે તો કોંગ્રેસ તેમજ આપ પાસે તૈયારી કરવા બે મહિનાથી પણ ઓછો સમય રહે જ્યારે ભાજપની તૈયારીઓ પૂરી થવામાં છે.SSS