ચાર લોકો જ દેશ ચલાવી રહ્યાં છે : કિસાન નેતા રાકેશ ટિકૈત
નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના નિવેદનનું ખેડૂત નેતા રાકશે ટિકૈતે સમર્થન આપ્યું છે. ટિકૈતે એક સવાલના જવાબમાં કહ્યું કે, હા.. એવું જ લાગી રહ્યું છે ચાર જ માણસ છે. વિપક્ષે ખેડૂત મુદ્દા પર સંસદમાં ચર્ચા થવી જાેઇએ. કેન્દ્રએ ખેડૂતો માટે કાયદો બનાવ્યો જે તેમને જ મંજૂર નથી તો સરકાર તેમને પરત ખેંચી લે. રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત કૃષિ કાયદા સામે રોડ પર છે, સરકારની એવી તો શું મજબૂરી છે જે કાયદો પરત લઇ રહી નથી.
ખેડૂત નેતા ટિકૈતે કન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના ભાષણ પર પ્રતિક્રિયા આપી છે. ટિકૈતે કહ્યું કે સ્મૃતિ ઇરાન ખાલી છે અને તેમણે પણ કાંઇ ને પણ કાંઇ કહેવું છે. એટલા માટે જ કહેવા ખાતર કહેવું પડશે. ઇરાની જે મહારાષ્ટ્રમાંથી આવે છે ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે. તેઓ ત્યાંના ખેડૂતો માટે પણ નીતિ બનાવે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કેન્દ્રના નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રત્યક્ષ નિશાન તાક્યું અને કહ્યું તેઓ પોતાના મિત્રો માટે રસ્તો સાફ કરવા ઇચ્છે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ કાયદો માત્ર ખેડૂતોનો મુદ્દો નથી, પરંતુ ગરીબ, શ્રમિક અને દેશની ૪૦ ટકા જનતાનો મુદ્દો છે અને કોંગ્રેસ પાર્ટી તેને રદ્દ કરીને માનશે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે પ્રધાનમંત્રી મોદી કહી રહ્યાં છે કે તેઓ આ કાયદો ખેડૂતોના હિતમાં બનાવ્યાં છે, એવામાં સવાલ એ છે કે દેશનો ખેડૂત દુઃખી કેમ છે?