ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી ક્રુર હત્યા કરી નાખી
સેલવાસ: દાદરાનાગર હવેલીમાંથી ઘણી જ ઘૃણા ઉપજાવનારી ઘટના સામે આવી છે. દાદરા નાગર હવેલીના સેલવાસના નરોલી વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને પાડોશીએ જ દુષ્કર્મનો શિકાર બનાવી અને તેની લાશના ટુકડા કરીને ફેંકી દીધાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે આ આરોપીની અટકાયત કરી લીધી છે અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે આ સમાચાર મળતાની સાથે આખા પરિવાર અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારની હાલત તો એકદમ દયનીય બની છે. તો બાળકીના પિતાએ રાતે જ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓ પણ મૃત્યું પામ્યા છે. મળતી માહિતી પ્રમાણે, નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી. પરંતુ ઘરથી ક્યાંય દૂર ગઇ ન હતી. જે બાદ પોલીસે ૪૦ ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના બાથરૂમની બારીનો કાંચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચર્ચા તો એવી પણ છે કે, પહેલા બાળકીને નશો કરાવ્યો હતો જે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. માસૂમ બાળકીની ઘાતકી હત્યા કરી નાંખતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ રાતે જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જાેકે, ત્યાં જ પિતાનું પણ અવસાન થયું છે. આ ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડીંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીને અમને સૌંપી દો અમે જ ન્યાય કરીશું તેવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જાેઈ પોલીસે આરોપીને પોલીસ મથક ગઇ ગયા હતા.
ત્યારે બિલ્ડીંગના બાથરૂમની પાઇપલાઇન પાસે શંકાસ્પદ કોથળો દેખાતા તેની ચકાસણી કરતા ગુમ બાળકીના લાશના ટુકડા અંદરથી મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં પહેલા માળે આવેલ એક ફ્લેટના બાથરૂમની બારીનો કાંચ તૂટેલી હાલતમાં દેખાયો હતો. તે ફ્લેટનો વ્યક્તિ અંદર સૂતો હતો. પોલીસે રૂમની અંદર જાેતા ઠેરઠેર લોહી જાેવા મળ્યું હતું. જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સોસાયટીના માણસોએ જણાવ્યું હતું કે, આ ઇસમ અગાઉ પણ અનેક વાર લોકો સાથે છેડતી કરતા લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. સોસાયટીના તમામ ફ્લેટમાં રહેતા લોકો સાથે આરોપીની પણ પૂછપરછ હાથ ધરાઇ હતી. ત્યારે તેણે પોલીસને ગુમરાહ કરવા માટે બાળકી અંગે કંઇ પણ ખબર નથી તેમ જણાવ્યું હતું.