Western Times News

Gujarati News

ચાર વર્ષમાં ૪૦ લાખની આવક મેળવવા કરોડો રૂપિયાનાં પ્રોપર્ટી ટેક્ષની કુરબાની!

મ્યુનિ.શાસકોનો અણઘડ નિર્ણય !-

કાંકરીયા લેઈક ફ્ન્ટના ચાર કોન્ટ્રાક્ટરો તૃપ્તી રીક્રીએશન, આમ્રપાલી ઈન્ડ., સ્કાય વન્ડર પ્રા.લિ. તથા ઈન્ડિયા બંજીનો કોન્ટ્રાક્ટ ડીસેમ્બર-૨૦૨૦માં પૂર્ણ થયો હોવાથી વધુ ચાર વર્ષ માટે મુદત વધારવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી “ટેઈક એન્ડ ગીવ”ની પદ્ધતિનો ૧૦૦ ટકા અમલ થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશમાં થતી ચર્ચા મુજબ ચૂંંટણી બાદ નવનિયુક્ત “ફાઈલ પ્રભારી” સદ્‌ર સીસ્ટમના પૂર્ણ અમલમાં માની રહ્યા છે.

ભુતકાળમાં પણ આ પદ્ધતિનો અમલ થતો હતો પરંતુ તે સમયે પ્રજાહિતને પણ મહત્વ આપવામાં આવી રહ્યુ હતુ. જ્યારે હાલ પ્રજાની સાથે સાથે કેટલાંક કિસ્સાઓમાં ફાઈલો પણ કોરાણે મુકવામાં આવે છે. “હિત” સચવાયા બાદ જ ફાઈલની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવે છે

કાંકરીયા લેઈક ફ્ન્ટના ચાર કોન્ટ્રક્ટરોના ટેન્ડરની મુદ્દતમાં વધારો કરવાની ફાઈલમાં પણ આ પદ્ધતિનો જ અમલ થયો હોવાની ચર્ચા વર્ષમાં માત્ર ચાલીસ લાખની આવક મેળવવા માટે સત્તાધારી પાસે એ કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્ષ વસુલ કરવા વિચારણા સુધ્ધા કરી ન હતી જેના કારણે ભાજપના જ સ્ટેન્ડીંગ કમીટી સભ્યોમાં કચવાટ જાેવા મળ્યો હતો.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની ગુરૂવારે મળેલી બેઠકમાં કાંકરીયા લેઈક ફ્ન્ટના ચાર કોન્ટ્રાક્ટરો તૃપ્તી રીક્રીએશન, આમ્રપાલી ઈન્ડ., સ્કાય વન્ડર પ્રા.લિ. તથા ઈન્ડિયા બંજીનો કોન્ટ્રાક્ટ ડીસેમ્બર-૨૦૨૦માં પૂર્ણ થયો હોવાથી વધુ ચાર વર્ષ માટે મુદત વધારવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.

સદ્દર દરખાસ્ત સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં રજુ થઈ હતી જેને એક મહીના બાદ મંજુરી આપવામાં આવી છે. આ દરમ્યાન સ્ટેન્ડીંગદ કમીટી દ્વારા બે વખત અભ્યાસના નામે ચર્ચા વિચારણા કરવામાં આવી ન હતી ત્યારબાદ કોઈ જ સુધારા વધારા વિના જ ૧૪ ઓક્ટોબરે લીલી ઝંડી આપવામાં આવી હતી.

જે બાબત ચર્ચાનો વિષય બની છે. મ્યુનિ. ભાજપમાં જ ચાલી રહેલી ચર્ચા મુજબ આ ચાર સંસ્થાઓ દ્વારા ચાર વર્ષમાં માત્ર રૂા.૪૦ લાખની આવક થઈ છે જેમાં તૃપ્તી રીક્રિએશન એન્ડ હોસ્પીલીટી તરફથી ચાર વર્ષમાં રૂા.૧૫૮૧૬૦૦, મે સ્કાય વન્ડર્સ પ્રા.લીમીટેડ દ્વારા રૂા.૪૯૭૧૨૦,

મે. આમ્રપાલી ઈન્ડ તરફથી રૂા. ૬૧૬૩૦ તથા ઈન્ડીયા બંજી તરફથી ચાર વર્ષમાં રૂા. ૮૦૪૩૧૬ મ્યુનિ. તિજાેરીમાં ૨૦ ટકા શેરીંગ પેટે જમા કરાવવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન તરફથી તેમને ફાળવેલી જગ્યાનું કોઈ જ ભાડુ વસુલ કરવામાં આવી રહ્યુ નથી. આ વિસ્તારમાં ઓપન ટુ સ્કાય જગ્યાનુ ભાડુ પ્રતિ ચો.ફુટ રૂા. ૧૫ હજાર ચાલી રહ્યુ છે

તેવી જ રીતે આ ચાર કંપનીઓ પાસેથી મીલકત વેરો લેવામાં આવતો નથી સામાન્ય નીયમ મીજબ મનપા દ્વારા કોન્ટ્રાક્ટ કે ભાડે આપતી મિલકત સામે વેરો વસુલ કરવાનો રહે છે. મ્યુનિ. રિઝર્વ પ્લોટ ભાડે આપવામાં આવે ત્યારે પ્રોપ્રર્ટી ટેક્ષની ગણતરી થાય છે.

તેવી જ રીતે મ્યુનિ. કોર્પોરેશનની જગ્યા ઉપર અન્ય એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી પણ મીલકત વેરો લેવામાં આવે છે જ્યારે કાંકરિયાના કોનટ્રાક્ટરો પર રહેમ નજર રાખવામાં આવી છે જે બાબતે શંકા કુશંકા પ્રવર્તી રહી છે.
મ્યુનિ. કોપેોરેશનમાં છેલ્લા કેટલાક સમયથી “અડધા ટકા”ના વધારા બાબતે ચર્ચાએ જાેર પકડ્યુ છે

મ્યુનિ.ભવનમાં કાનાફુસી મુજબ નવા સાહેબે આવીને “એક”ના બદલે “ડોઢ ટકાનો”ભાવ કર્યો છે આ અડધા ટકાનો વધારો કોન્ટ્રાક્ટરોને પોષાય તેમ નથી જેના કારણે કેટલાંક કિસ્સાઓમાં કોન્ટ્રક્ટરોને પરવડે તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જાેકે આ નવા સાહેબ કોણ છે ? તે બાબત હજી સુધી અધ્યાહાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.