ચાર વર્ષ સુધી રાતમાં આરામની ઉંધ લેવી હોય તે ઉશ્કેરણીજનક કામ ન થાય

પ્યોંગયાંગ: ઉતર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનના પ્રશાસન પર પહેલીવાર નિશાન સાધતા અમેરિકા અને દક્ષિણ કોરિયાા સૈન્ય અભ્યાસની ટીકા કરી છે. ઉત્તર કોરિયા નેતા કિંમ જાેગ ઉનની બેન કિમ યો જાેગે અમેરિકાને ચેતવણી આપી છે કે જાે આગામી ચાર વર્ષ સુધી રાતમાં તેમને આરામની ઉઘ લેવી હોય તો ઉશ્કેરણીજનક કોઇ કામ ન કરે અમેરિકાના વિદેશ મંત્રી એટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ ઓસિસ્ટન આ અઠવાડીયા દક્ષિણ કોરિયાના પ્રવાસ પર જનાર છે.
સ્થાનિક ન્યુઝ એજન્સી અનુસાર કીમની બેને સિયોલની સાથે સૈન્ય શાંતિ સમજૂતિને તોડવાની ધમકી આપી છે તેમની આ બૌખલાહટ અમેરિકા અને દક્ષિણ કોરિયાની વચ્ચે ચાલી રહેલ સૈન્ય અભ્યાસને લઇને છે અમેરિકાના બંન્ને વરિષ્ઠ મંત્રી ઉત્તર કોરિયા અને અન્ય ક્ષેત્રીય મુદ્દા પર જાપાન અને દક્ષિણ કોરિયાથી વાત કરવા માટે એશિયા ગયા છે ત્યારબાદ આ સિયોલમાં અધિકારીઓથી મળશે. ઉત્તર કોરિયાના અંતર કોરિયાઇ મામલો સંભાળનાર કિમ યો જાેંગે કહ્યું કે ઉત્તર કોરિયાને જાે દક્ષિણ કોરિયાની સાથે સહયોગ કરવાનો ન હોય તો તે સૈન્ય તનાવને ઓછું કરવા માટે થયેલ ૨૦૧૮ના દ્વિપક્ષીય સમજૂતિથી બહાર આવવા પર વિચાર કરશે અને અંતર કોરિયાઇ સંબંધોને સંભાળવા માટે રચાયેલ એક દાયકા જુની સત્તારૂઢ પાર્ટી એકમને પણ ભંગ કરી દેશે
સત્તાવાર સમાચાર પત્રમાં પ્રકાશિત નિવેદન અનુસાર તેમણે કહ્યું કે અમે દક્ષિણ કોરિયાના વ્યવહાર અને તેના વલણ પર નજર રાખીશં જાે તેનો વ્યવહાર વધુ ઉશ્કેરીજનક રહ્યો તો એ અસાધારણ પગલા ઉઠાવીશું તેમણે કહ્યું કે તે આ પ્રસંગનો ઉપયોગ અમેરિકાના નવા પ્રશાસનને સલાહ આપવા માટે પણ કરવો જાેઇએ જે તેમને ઉશ્કેરવા માટે પ્રયાસરત છે
કિમ યો જાેંગે કહ્યું કે જાે તે આગામી ચાર વર્ષ સુધી આરામથી ઉધ લેવા માંગતા હોય તો તેમના માટે સારૂ રહેશે કે તે એવી વસ્તુ ન કરે જેની શરૂઆતથી જ તેમની ઉધ ખરાબ થઇ જાય. એ યાદ રહે કે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે વાર્ષિક સૈન્ય અભિયાન ગત અઠવાડીયે શરૂ થયુ હતું જે ગુરૂવાર સુધી ચાલશે આ પહેલા પણ અનેકવાર ઉત્તર કોરિયા આ સૈન્ય અભ્યાસને હુમલાની તૈયારી બતાવી ચુકયું છે અને તેનો જવાબ મિસાઇ પરીક્ષણ કરી આપી ચુકયું છે.