ચાર સપ્તાહમાં ફાયર NOC મેળવવા સુપ્રીમ દ્વારા નિર્દેશ
નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવારે થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા. કોર્ટ તરફથી જાહેર દિશા નિર્દેશોમાં કોવિડ હૉસ્પિટલો માટે આગામી ચાર સપ્તાહની અંદર ફાયર એનઓસી લેવા માટે કહેવામાં આવ્યું છે . કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ ફાયર એનઓસી નથી લીધો તો તાત્કાલિક ચાર સપ્તાહની અંદર એનઓસી લઈ લે. કોર્ટે નિર્દેશ કર્યા છે કે જાે ચાર સપ્તાહમાં હૉસ્પિટલ ફાયર એનઓસી ન લે તો તેની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે. કોર્ટે કહ્યું કે, દરેક રાજ્યને એક નોડલ અધિકારી નિયુક્ત કરવાનો રહેશે જે રિપોર્ટ રાજ્યને સોંપશે. કોર્ટે તમામ રાજ્યોને કોવિડ-૧૯ સમર્પિત હૉસ્પિટલોમાં આગ સંબંધી સુરક્ષા તપાસ (ફાયર સેફ્ટી ઓડિટ) કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે તેની સાથે જ રાજ્યોને તમામ એસઓપી અને ગાઇડલાઇન પાલ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દર મહિને કોવિડ-૧૯ દેખભાળ સુવિધાઓ સહિત તમામ હૉસ્પિટલોની ફાયર સેફ્ટી ઓડિટ કરાવવા માટે સમિતિઓની રચના કરવા માટે કહ્યું છે. સાથોસાથ એવું પણ કહ્યું છે કે રાજ્યને એક નોડલ અધિકારી નિયુક્ત કરવા જાેઈએ જે હૉસ્પિટલોમાં આગથી સુરક્ષા માટે જવાબદાર હશે.
કોર્ટે કહ્યું કે રાજ્યોમાં ચૂંટણી રેલીઓના સંબંધમાં ગાઇડલાઇનનું પાલન કરવાની જવાબદારી ચૂંટણી પંચની જ હશે. નોંધનીય છે કે રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા ૬ દર્દીના મોત થયા હતા. આ બનાવની નોંધ સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યુ હતું કે, આ અત્યંત આઘાતજનક ઘટના છે, જવાબદાર સામે કાર્યવાહી થવી જાેઇએ. સર્વોચ્ચ અદાલતે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાની ફક્ત તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પૂરતું મર્યાદિત ન હોવું જાેઈએ. ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જાેઈએ. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી પણ હૉસ્પિટલોની સુરક્ષાને લઈ જવાબ માંગ્યા હતા.SSS